જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું મૃત્યુ નીપજયું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને ધ્રોળ પીજીવીસીએલ ની કચેરીમાં ફરજ બજાવતા રાજેશભાઈ ડાયાભાઈ મારવાણીયા નામના 52 વર્ષના કર્મચારી કે જેઓ જમણા પગે પોલિયોગ્રસ્ત હતા, અને તેઓ પોતાના ઘેર બાથરૂૂમ માં જતાં અકસ્માતે નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને માથા અને કપાળના ભાગે ઈજા થઈ હોવાથી હેમરેજ થયું હતું, અને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ રમેશભાઈ ડાયાભાઈ મારવાણીયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એ. રાઠોડ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, જ્યાં રાજેશભાઇ ના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.