વડિયા PGVCL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વીજકાપથી નગરજનો પરેશાન
જારા કચરાની મૌસમમાં ગૃહિણીઓના પાણીના અભાવે સફાઈ આયોજન ખોરવાયા
અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મઠક એવા વડિયા પીજીવીસીએલ નુ તંત્ર દિન પ્રતિદિન ખાડે જતુ હોય તેમ હાલ નવરાત્રી પછીનો દિવાળી સુધીનો સમય એ ગૃહિણીઓ માટે જારા કચરા નો ઘર સફાઈનો સમય ગણવામાં આવે છે. આ સમયગાળા માં મોટાભાગ ના ઘરો માં સફાઈ અભિયાન હાથ ધરાતું હોય છે.
આવા સમયે વીજળી અને પાણી ની તાતી જરૂૂરિયાત ઉભી થાય છે ત્યારે જ વડિયા પીજીવીસીએલ ના તંત્ર ને જો મેન્ટેનસ ની કામગીરી કરવાની સુજે તો લોકોમાં હાહાકાર મચે તે સ્વાભાવિક છે. વડિયા માં રવિવારે સવારે જેટકો ના મેન્ટેનસ ને કારણે સવારે 8 વાગ્યાં થી 2 વાગ્યાં વીજ કાપ રાખવાનું સોશ્યલ મીડિયા ગ્રુપો માં પીજીવીસી એલ દ્વારા જણાવાયું હતુ. તો નોટિસ સામે પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાં ના બદલે 7 વાગ્યે વીજ કાપ શરુ કર્યો હતો અને બપોરે 2:35 વાગ્યે વીજ પુરવઠો પૂર્વ વ્રત શરુ કરાયો હતો.
હાલ દિવાળી ના જારા કચરા ની જાણે ઘરે ઘરે મૌસમ ખીલી છે તેમાં વીજળી અને પાણી સૌથી મહત્વ ના છે ત્યારે આ વીજ કાપ થી વડિયા માં ગૃહિણીઓના ઘરકામ ખોરવાતા ઘરે ઘરે પીજીવીસી એલ વિરુદ્ધ કકળાટ જોવા મળ્યો હતો અને આ અધિકારીઓ ને કોઈ કેહવા વાળુ જ નથી. તો બીજી બાજુ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ 10:45 સુધી જ જેટકો નુ મેન્ટેનસ ચાલતા તેને પોતાનું કામ પૂર્ણ કરી પીજીવીસીએલ ને પાવર ચાલુ કરી આપવા જણાવાયું હતુ પરંતુ પીજીવીસીએલ ના જાડી ચામડીના અધિકારીઓના મન ધડક નિર્ણયો ના કારણે આ વીજકાપ બે વાગ્યા થી લાંબાતા લોકો એ સતત ફોન મારો કરતા શરૂૂવાત માં બે કલાક બાદ વીજળી આવશે તેવુ જણવ્યું હતુ. સ્થાનિક પત્રકારો દ્વારા પૂછપરછ રૂૂપી કોલ કરતા અંતે જાણે ડાહપણ આવ્યુ હોય તેમ કામ છોડી ને વીજ પાવર શરુ કર્યો હતો.
દિવાળી સમયે વીજ કાપ થી સમગ્ર વડિયા ના લોકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે થોડા સમય પેહલા વડિયા પીજીવીસીએલ ઓફિસના ફોલ્ટ સેન્ટર પર ના વીજકર્મી ને બેફામ ગાળો આપવામાં આવી હતી તે યોગ્ય જ હોવાનુ લોકોના મુખે સાંભળવા મળ્યું હતું.
