PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
ગઇકાલે ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-3 વિભાગીય કચેરી હેઠળની વાવડી, મવડી રોડ, નાનામવા રોડ અને ખોખડદળપેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, શિવનગર, સીતારામ સોસાયટી, મચ્ચ્છોનગર, સુભમ સોસાયટી, હુસૈની ચોક, નારાયણ નગર, વિનાયક નગર, શ્રીનાથજી સોસાયટી, ઉદયનગર શેરી નં. 1 થી 2, રાજદીપ સોસાયટી, ગ્રીન પાર્ક સોસાયટી, કોઠારીયા ગામ, ખોડલધામ-2, પ્રણામી પાર્ક સોસાયટી, પ્રિયદર્શની સોસાયટી, મારુતિપાર્ક સોસાયટી, ગીરનાર સોસાયટી, ધરમનગર સોસાયટી, રાજદીપ સોસાયટી, પ્રજાપતિ સોસાયટી વગેરે માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 40જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 938જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 97 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 24.78 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-25 થી તા. 30.10.25 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ33497વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ3020 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂૂ. 1149.16 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
