રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | rajkot
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

વિલ જેકસની 41 બોલમાં સદી, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

01:20 PM Apr 29, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં છઈઇના બેટ્સમેન વિલ જેક્સે તોફાન સર્જ્યું હતું. જેક્સે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું અને માત્ર 41 બોલમાં અણનમ સદી ફટકારી.

Advertisement

જેકે તેની શાનદાર ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે 50 રનની ઇનિંગ રમ્યા બાદ જેક્સને સદી ફટકારવામાં માત્ર 6 મિનિટનો સમય લાગ્યો હતો. તેણે પ્રથમ 50 રન 31 બોલમાં બનાવ્યા હતા. આ પછી જેક્સે ગિયર્સ બદલ્યા અને માત્ર 6 મિનિટમાં જ આગામી 50 રન બનાવ્યા. વિલ જેક્સની 6 મિનિટની આ સદીએ ક્રિકેટપ્રેમીઓની નર્વસ ઉત્સાહથી ભરી દીધી હતી.

આ સાથે વિલ જેક્સે આપીએલ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાસ્તવમાં, 50 રન પૂરા કર્યા પછી, જેક્સે આગળના 50 રન માત્ર 10 બોલમાં પૂરા કર્યા. આ મામલે તેણે ક્રિસ ગેલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જેણે 2013માં પૂણે વોરિયર્સ સામે રમાયેલી મેચમાં 50 રન પૂરા કર્યા બાદ આગળના 50 રન 13 બોલમાં બનાવ્યા હતા. જેક્સે પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આપીએલની સૌથી ઝડપી સદી ફટકારનાર તે પાંચમો બેટ્સમેન બન્યો છે. આ મામલે ક્રિસ ગેલનું નામ સૌથી ઉપર છે. જેણે 30 બોલમાં સદી ફટકારી હતી. જેક્સ અને કોહલીએ સાથે મળીને આઈપીએલમાં સૌથી ઝડપી ચેઝનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જેક્સે છેલ્લી ઓવરમાં રાશિદ ખાનને ધોયો હતો. આ ઓવરમાં રાશિદે 29 રન આપ્યા હતા. આ સદી સાથે તેણે આરસીબીને શાનદાર જીત અપાવી.

Tags :
indiaindia newsIPLIPL-2024Sportssports news
Advertisement
Next Article
Advertisement