For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેપ્ટનશિપ પર્સનલ રેકોર્ડથી ઉપર: રોહિત શર્મા

01:25 PM May 16, 2024 IST | Bhumika
કેપ્ટનશિપ પર્સનલ રેકોર્ડથી ઉપર  રોહિત શર્મા
Advertisement

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ પહેલા એક વિદેશી યુટ્યૂબ ચેનલને ઇન્ટરવ્યું આપ્યો છે. 21 મિનિટ 34 સેક્ધડના આ વિડિયોમાં રોહિતે બેબાક અંદાજમાં વાતચીત કરી હતી. ત્રણેય હોસ્ટના સવાલોના જોરદાર જવાબો આપ્યા છે. આ લાઇવ બ્રોડકાસ્ટ પર 37 વર્ષના રોહિત શર્માએ ઇન્ટરનેશન ક્રિકેટ કરિયર, ભારતીય ક્રિકેટની કેપ્ટનશીપ જેવા પડકારજનક ટોપિક પર વાતચીત કરી હતી.

રોહિત શર્માએ કહ્યું કે, ભારત માટે 17 વર્ષની સફર શાનદાર રહી છે અને આશા છે, કે હજુ પણ થોડા વધુ વર્ષ માટે રમીશ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ પર પ્રભાવ પાડીશ. મે પોતાના જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ જોયા છે. આજે હું જે પણ છું, એ ભૂતકાળમાં જોયેલા ઉતાર ચઢાવના કારણે જ છું. રોહિત શર્મા અત્યાર સુધીના સર્વેશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. 2007માં પોતાના ડેબ્યુને લઇ અત્યાર સુધીમાં તેઓ વર્ષોવર્ષ પોતાને નિખારતા રહ્યાં છે. મોટી મોટી હિટ્સ અને લાંબી ઇનિંગ રમવાની તેની ક્ષમતા તેને અનોખો બેટ્સમેન બનાવે છે.

Advertisement

વિરાટ કોહલીનો ઉત્તરાધિકારી બનવું એક ચલેન્જિંગ ટાસ્ક હતુ, આ સવાલના જવાબમાં રોહિત શર્મા કહે છે, ભારતની કેપ્ટિનશિપ કરવી મારા માટે ગર્વની વાત છે. મે ક્યારેય નહોતુ વિચાર્યું કે, હું અહીં સુધી પહોંચીશ અને એક દિવસ ટિમની કમાન સંભાળીશ. સારી વસ્તુઓ હંમેશા સારા માણસો સાથે જ થાય છે. જ્યારે મે ટીમની કમાન સંભાળી ત્યારે હું એક જ દિશામાં આગળ વધવા માંગતો હતો. એક ટીમ સ્પોર્ટ્સ ગેમ આ રીતે જ રમાવી જોઈએ. તેને પર્સનલ માઇલસ્ટોન, પર્સનલ રેકોર્ડ સાથે કોઈ લેવા દેવા નથી. 11 ખેલાડી મળીને રમે અને ટ્રોફી જીતે તે જ ઉદ્દેશ્ય હોવો જોઈએ. રોહિત શર્માએ સાઉથ આફ્રિકાની પિચોને વિશ્વન સૌથી પડકારજનક ગણાવી છે. રોહિત શર્માના કહેવા અનુસાર સાઉથ આફ્રિકાના દરેક મેદાનમાં તમારે અલગ અલગ પરીક્ષા આપવી પડે છે. સાઉથ આફ્રિકા એક પડકારજનક જગ્યા છે. અહીં ઝડપી અને ટપ્પાવાળી પીચ ઘણી અસર કરે છે. રસપ્રદ ખુલાસો કરતા રોહિત કહે છે. બેટિંગ કરવા જતા પહેલા મે ડેલ સ્ટેનના વિડિયો 100 વાર જોયા હતા. એવું નથી કે, મને તેની સામે મોટી સફળતા મળી હતી, પરંતુ મે પોતાની લડાઇનો આનંદ લીધો.

રોહિત શર્માએ એક સવાલના જવાબમાં કહ્યું કે, જ્યારે સ્થિતિ તમારા અનુકૂળ હોય છે અને તમે સારો હોય તો લોકો તમને ભગવાનની જેમ જોવા લાગે છે, પરંતુ સ્થિતિ તમારી વિપરીત જાય, તો તમારી સમસ્યા વધી જાય છે. ભૂતપૂર્વ ક્રિકેટર્સના ઘરોમાં પથ્થરમારો થઈ ચુક્યો છે. પરંતું મારી સાથે નથી થયું, કેમ કે હું હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહું છું (હસતા તેઓ કહે છે).

Advertisement
Tags :
Advertisement
Advertisement