પરિણીતાનો પતિના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
ગણેશવાસ વિસ્તારમાં બનાવ બન્યો
જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતી ગઢવી પરણીતાએ પોતાના પતિના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ જેલ પાછળ ગણેશવાસ વિસ્તારમાં ભરવાડ પાડોમાં રહેતી મનુબેન ડાયાભાઈ જાદવ નામની 31 વર્ષની ભરવાડ યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે બેચરભાઈ ભીમાભાઇ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પીએસઆઇ એન.પી. જોશી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવતીના પતિનું આજથી અઢી મહિના પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણી ગુમસુમ રહેતી હતી, અને પતિના આઘાતમાં આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.