For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અયોધ્યામાં આજીવન ધરાવાશે વીરપુર જલારામ મંદિરનો થાળ

11:20 AM Dec 23, 2023 IST | Sejal barot
અયોધ્યામાં આજીવન ધરાવાશે વીરપુર જલારામ મંદિરનો થાળ

અયોધ્યામાં નિર્માણ પામેલા Ram Mandirમાં ભગવાન શ્રીરામલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજ (લાડું) પ્રસાદ અપાશે સાથે જ આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ પણ ધરાશે.
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યાતિ ભવ્ય Ram Mandirનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ.
જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી હતી.
ત્યારબાદ 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના Ram Mandirમાં શ્રી રામ લલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે.
વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામબાપાની વિનંતી સ્વીકારી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement