For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેશનલ ગેમ્સ રમેલા 25થી વધુ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા

01:19 PM Dec 30, 2023 IST | Bhumika
નેશનલ ગેમ્સ રમેલા 25થી વધુ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા

ગોવામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલી નેશનલ ગેમ્સ-2023 સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.20થી વધુ ખેલાડીઓએ પ્રતિબંધિત નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાની ગંભીરતા જોતા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ મોટી કાર્યવાહી કરીને તમામને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

Advertisement

20થી વધુ એથ્લીટ્સનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)એ 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન ભાગ લેનારાઓના ખેલાડીઓના ડોપના નમૂના લીધા હતા. કેટલાક રમતવીરોએ ચંદ્રકો જીત્યા હતા જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ તેનો ભાગ હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકો દોષી સાબિત થયા છે તેમાંથી નવ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લિટ્સ છે. આ સિવાય 7 વેઇટલિફ્ટર પણ આ લિસ્ટમાં સામેલ છે.
ડોપ ટેસ્ટમાં ફેલ થનારા ખેલાડીઓમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપના મેડાલીસ્ટનો પણ સમાવેશ થાય છે. કોમનવેલ્થ ચેમ્પિયનશિપની બે વખતની બ્રોન્ઝ મેડલ વિજેતા વંદના ગુપ્તા એ સાત વેઇટલિફ્ટર્સમાં સામેલ છે જેમણે ડોપિંગમાં પોઝિટીવ નીકળ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement