For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગામી પાંચ વર્ષમાં ભારત 50 ઉપગ્રહો છોડશે

05:07 PM Dec 29, 2023 IST | Sejal barot
આગામી પાંચ વર્ષમાં  ભારત 50 ઉપગ્રહો છોડશે

વિજ્ઞાનની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂૂ કરી દીધું છે. વાસ્તવમાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે ગુરુવારે કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારની તસવીરો લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના સ્તરની રચનાનો સમાવેશ થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઇવેન્ટ ‘ટેકફેસ્ટ’ને સંબોધતા સોમનાથે જણાવ્યું હતું કે ફેરફારોની જાણકારી મેળવવા, ડેટાનું વિશ્ર્લેષણ કરવા, અઈં-સંબંધિત અને ડેટા આધારિત પ્રયત્નો કરવા માટે ઉપગ્રહોની ક્ષમતાને વધારવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે એક મજબૂત રાષ્ટ્ર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેના ઉપગ્રહ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી.
અને તે ‘આજે છે તેના કરતા દસ ગણું’ હોવું જોઈએ. તેમણે કહ્યું કે સ્પેસશીપ દેશની સરહદો અને પડોશી વિસ્તારો પર નજર રાખવામાં સક્ષમ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement