For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસઆરપી કેમ્પની સામે બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં મહિલાનું મોત

04:17 PM Jul 15, 2024 IST | admin
એસઆરપી કેમ્પની સામે બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં મહિલાનું મોત

પતિ રસોઈ બનાવવાનું કહી ગયા બાદ પત્ની મૃત મળી

Advertisement

જામનગર રોડ એસઆરપી કેમ્પની સામે ક્રિષ્નમ હાઈટસના ચોથા માળેથી પટકાતા પ્રસુતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના આપઘાતની છે કે અકસ્માતની એ અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની વધુ વિગતો અનુસાર, એસઆરપી કેમ્પની સામે વર્ધમાન સોસાયટી પાસે ક્રિષ્નમ હાઈટસમાં રહેતા સંગીતાબેન બબીપ્રસાદ જોલાટ (ઉ.22) ચોથા માળેથી પડી જતાં ગંભીર ઈજા થતાં તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. તેમના લગ્નને ત્રણ વર્ષ થયા છે. તેમનો પતિ મજુરી કામ કરે છે. આ અંગે પીએસઆઈ એન.જે.મશાકપુત્રાએ તપાસ શરૂ કરી છે. તેમજ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો છે કે અકસ્માતનો ? એ અંગે પણ તપાસ કરાઈ છે.

Advertisement

છેલ્લે તેમનો પતિ મચ્છી આપ્યા બાદ રસોઈ બનાવવાનું કહી ગયા બાદ થોડી જ મીનીટોમાં આ પગલું ભરી લીધું હતું.

Advertisement
Advertisement
Advertisement