‘મારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છે’ તેમ કહી મિત્રએ ધમકી આપતા યુવકનો આપઘાત
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે લાલપરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાને તેના મિત્રએ ‘મારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છે’ તેમ કહી ધમકી આપતા ઘરેથી રીક્ષા લઇ નીકળી ગયા બાદ યુવાને બેડી ચોકડી પાસે રેલ્વે પાટા નજીક પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે લાલપરી વિસ્તારમાં સરકારી સ્કૂલ પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભરત ગણેશભાઈ અઘારા નામનો 38 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં બેડી ચોકડી પાસે પુલ નીચે રેલવે પાટા પાસે હતો ત્યારે પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના પરિવારને ઘટના અંગે જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઇ આઘેરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભરત અઘારા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે.
તેના મિત્રની પત્ની ભાગી ગયા બાદ મિત્રએ નસ્ત્રમારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છેસ્ત્રસ્ત્ર તેમ કહી ધમકી આપી હોવાથી ભરતભાઇ અઘારાએ ઘરેથી નીકળી ગયા બાદ બેડી ચોકડી પાસે પોતાની જ રિક્ષામાં ઝેર પી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આક્ષેપને પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.