રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટએટેકથી કેમ બચવું? આર્ટ ઓફ હાર્ટ સંસ્થા શરૂ કરી જાગૃતિ ફેલાવશે ઝૈનબ કપાસી

04:35 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

પ્રવર્તમાન સમયમાં હાર્ટએટેકના વધતાજતા આક્રમણથી સૌ કોઈ ભયભીત છે હાર્ટએટેક ક્યારે કોના માટે જીવલેણ નિવડે તે કહી શકાતુ નથી. ત્યારે આવા સમયે એટલે કે હાર્ટએટેક આવે તે સમયે કેવા પગલાથી બચી શકાય? તે માટે માત્ર 17 વર્ષની ઉંમરના ધો. 12ના વિદ્યાર્થી ઝૈનબ કપાસીએ બીડુ ઝડપી જનજાગૃતિ ફેલાવવાનો અનન્ય પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાની બિનલાભકારી આર્ટ ઓફ હાર્ટ નામની સંસ્થા શહેરમાં કેવી રીતે સેવા કરશે તે અંગેની પ્રેસકોન્ફરન્સમાં વિગતો આપી હતી.
ઝૈનબ કપાસીએ જણાવ્યું હતું કે, બીઈંગ યુનાઈટેડ એનજીઓ છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. કોરોના કાળથી રક્તદાન કેમ્પ દ્વારા સમાજની નજરમાં એક અલગ જ પ્રભાવ છોડનાર આ સંસ્થાએ ઘણા બધા ઉમદા કાર્યકરી લોકોના દિલ જીત્યા છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પ, તુલસી રોપા વિતરણ કોરોના વોરિયર્સનું સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ દર વર્ષે ગાંધી જયંતિ પર સાઈલોથોનનું આયોજન તેમજ મહાનગરપાલિકા દદ્વારા સંસ્થાપિત ભગવતીપરા ખાતે આવેલ વીર સાવરકર પ્રાથમિક શાળા પણ દતક લીધેલ છે. પણ હાલમાં આ સંસ્થા સમાજ માટે એક અલગ હેતુ અને જાગૃતિનો સંદેશો આર્ટ ઓફ લઈને આવ્યું છે.
આર્ટઓફ હાર્ટએ બિન-લાભકારી વિદ્યાર્થીની આગેવાની હેઠળની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા હાર્ટ એટેકના લક્ષણો શું છે. કાર્ડિયાક એરેસ્ટ શું છે અને શુ પગલા લેવાની જરૂર છે તે સમજવા માટે સમુદાયમાં આત્મવિશ્ર્વાસ અને જાગૃતિ કેળવવાનો છે. ઉપરાંત અસરકારક અને જીવન બચાવનાર સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન કરવાના પગલા વ્યૂહાત્મક રીતે દર્શાવીને સમજાવાશે.
યનાઈટેડ કિંગડમ, બહેરીન, સાઉદી અરેબિયા અને ભારત સહિત વિવિધ દેશોમાં આ જાગૃતિ કાર્યક્રમનું સંચાલન કરી રહી છે. વધુ માહિતી માટે 9979794559 પર સંપર્ક કરવો તેવું ઝૈનબ કપાસીએ જણાવ્યું છે.

Advertisement

Tags :
andawarenessspreadZainab Kapasi will start Art of Heart organization
Advertisement
Next Article
Advertisement