For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળાથી ધો.6ના છાત્ર સહિત પાંચનાં મોત

12:42 PM Aug 22, 2024 IST | Bhumika
રોગચાળાથી ધો 6ના છાત્ર સહિત પાંચનાં મોત
Advertisement

11 વર્ષના છાત્ર અને યુવાનનું તાવ અને પ્રૌઢાનું કમળાથી તથા ચાર વર્ષના બાળકની તબિયત લથડતાં મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેની રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે રાજકોટમાં ધો.6ના છાત્ર સહિત પાંચ લોકોના તાવ સહિતની બિમારીના કારણે મોત નીપજ્યા હતા. જેમાં ધો.6નો છાત્ર, ચાર વર્ષનો બાળક, બે યુવાન અને પ્રૌઢાનું મોત નીપજ્તા મૃતકના પરિવાર જનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. તહેવાર ટાણે રોગચાળો વકરતા લોકોમાં ચિંતા પ્રસરી છે. જ્યારે તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં નાના માવા રોડ ઉપર આવેલા આરએમસીના ક્વાર્ટરમાં રહેતા પરિવારનો પ્રતિક પરસોત્તમભાઈ પરમાર નામનો 11 વર્ષનો માસુમ પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં માસુમ બાળકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ ઘટના અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને માસુમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક એકની એક બહેનનો એકનો એક ભાઈ અને માતા-પિતાનો અઢાર સ્થંભ એકનો એક પુત્ર હતો. અને ધો.6માં અભ્યાસ કરતો હતો પ્રતિક પરમારને છેલ્લા ચાર પાંચ દિવસથી શરદી અને તાવ આવતો હતો પ્રતિક પરમારનું શરદી અને તાવની બીમારી સબબ મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા યોગેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણાબેન ધીરજલાલ સિદ્ધપુરા નામના 48 વર્ષના પ્રોઢા રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા.
ત્યારે કમળાની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.

પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રવીણાબેન સિદ્ધપુરાને સંતાનમાં બે પુત્ર છે અને પ્રવીણાબેન સિદ્ધપુરાને કમળો થયા બાદ કમળાની ગાંઠ થઈ જતા બેભાન હાલમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મેટોડા ગેઇટ નં.1માં કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય પરિવારના એકના એક પુત્ર બિનોદ બાબુલાલ મુરજી (ઉ.વ.4)ની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ચોથા બનાવમાં 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા મિતેશ પ્રદીપભાઇ ભટ્ટ (ઉ.વ.21)નામનો યુવાન બે દિવસથી તાવની બીમારીમાં સપડ્યા બાદ બેભાન થઇ જતા. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પાંચમાં બનાવમાં કુબલીયા પરામાં રહેતા અને દારૂની ટેવ ધરાવતા ભલાભાઇ મનુભાઇ રાઠોડ (ઉ.વ.36)નામના મારવાડી યુવાનનું ઝાડા-ઉલ્ટીથી મોત નીપજ્તા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement