રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાયબ મામલતદાર બાદ જિલ્લાના 33 મહેસૂલ કર્મચારીઓની બદલી

04:12 PM Jul 20, 2024 IST | admin
Advertisement

ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એક વખત કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્યો

Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ થોડો સમય પહેલા જ નાયબ મામલતદારોની મોટાપાયે અસરપરસ બદલી કરતાં હુકમો કર્યૌ હતાં જેમાં મોટાભાગના ચૂંટણી શાખામાં ફરજ બજાવતાં નાયબ મામલતદારોની તેમના મુળ સ્થાને બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એક વખત બદલીનો ઘાણવો કાઢી 33 મહેસુલી કર્મચારીઓની બદલીના હુકમો કર્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે બદલીનો એક હુકમ બહાર પાડયો છે જેમાં 33 જેટલા મહેસુલી કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતાં મોટાભાગનાં કર્મચારીઓને તેમના મુળ સ્થાને પરત મુકી દેવામાં આવ્યા છે.

જ્યારે અમુક મહેસુલી કર્મચારીઓની અરસપરસ બદલી કરી હતી. જો કે મહેસુલી કર્મચારીઓએ માંગેલા સ્થળે બદલી કરવાના બદલે કલેકટરે પોતાની રીતે જ બદલીના હુકમો કર્યા છે. બદલી પામેલા કર્મચારીઓમાં અજય ઉઘાડ, બ્રિરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, હેમાંગકુમાર ધોરીયાણી, અલ્તાફ ડાકોરા, દિવ્યરાજસિંહ પરમાર, હાર્દિક મંઢ, નિશાંત ભાલારા, અશોક પરમાર, ઘનશ્યામભાઈ મકવાણા, ઈશ્ર્વરભાઈ હુંણ, ધ્રુવરાજસિંહ જાડેજા, ખુશ્બુ હિરપરા, દર્શના પાઘરા, જયેશ ટાંક, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા, હંસાબેન મકવાણા, મિતલ પરમાર, તરૂણ નિરંજન, જુલી કાકડીયા, કૃષ્ણપાલસિંહ જાડેજા, વિરાલી આંબલીયા, શિતલ વાંક, જેન્તીલાલ પાનસુરીયા, ભાવેશ બકોતરા, મયુર ડાંગર, ભરત ખાંભલા, મહેશ પરાલીયા, છત્રપાલ ખુમાણ, દીપ વૈષ્ણવ, હેમાંગી સોલંકી, આશિષ વૈષ્ણવ અને જાગૃતિ પરમારનો સમાવેશ થાય છે.

Advertisement
Next Article
Advertisement