રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતના મેટ્રો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ તુટ્યો, સારોલી રોડ પર બ્રિજનો સ્પાન નમ્યો, રસ્તો બંધ

05:57 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા હતાં.જેના કારણે અફડાતફડી મચી જતા રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી.ર સ્તો બંધ કરી દેવામાં આવતાં બે-ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

સુરત શહેરના સારોલી-કડોદરા માર્ગ મેટ્રોનો સ્પાન એક તરફ નમ્યો હતો. જેના લીધે સ્પાનમાં ગાબડાં પડી ગયાં હતા અને સળિયા દેખાવવા લાગ્યા છે. જેથી નાગરિકોમાં ભય જોવા મળ્યો હતો. સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી.

જોકે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેતાં આ પૂરતો સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દીધો છે. સ્પાનમાં ગાબડાં દેખાતા જ તંત્રમાં હલચલ મચી ગઇ છે અને દોડતું થઇ ગયું છે. તંત્રના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી જાણ કરવામાં આવતાં હાલમાં કડોદરા તરફથી રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનો ચાલકોને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. હાલમાં મેટ્રોની ટીમ કામ કરી રહી છે પ્રાથમિક તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે. હાલમાં કોઇ ભયજનક બાબત લાગી રહી નથી.

Advertisement
Next Article
Advertisement