રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરત એરપોર્ટના સિનિયર સુપ્રિ.નું હાર્ટએટેકથી મૃત્યુ

04:07 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

સુરત એરપોર્ટ ઓથોરિટીનાં સિનિયર સુપ્રિડેન્ટંટ મોલિન્સ ક્રિશ્ચિયનનું હાર્ટ એટેકથી નિધન થયુ છે. 46 વર્ષીય અધિકારી મોલિન્સ ક્રિશ્ચિયન પોતાના નિવાસસ્થાને હતા. આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે એ પહેલા જ નિધન થયું હતું. મોલિન્સ ક્રિશ્ચિયનને આગાઉ પણ છાતીમાં દુખાવો થયો હતો. મૃતકને BP કોલેસ્ટ્રોલની બીમારી હતી. મોતનું કારણ જાણવા મૃતકનું પીએમ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ખાસ કરીને યુવા વયના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

Advertisement

Tags :
airportattackdiesgujaratheartofSr. Superintendent of Surat
Advertisement
Next Article
Advertisement