For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકથી મોતમાં સરકાર સરવે અને તપાસ કરાવે, રાજ્યસભામાં શક્તિસિંહનો પ્રસ્તાવ રજૂ

03:53 PM Dec 15, 2023 IST | Sejal barot
હાર્ટએટેકથી મોતમાં સરકાર સરવે અને તપાસ કરાવે  રાજ્યસભામાં શક્તિસિંહનો પ્રસ્તાવ રજૂ

ગુજરાતમાં હાર્ટેએટેકના કેસોમાં ચિંતાનજક વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દરરોજ હાર્ટએેટેકના કારણે મોતના સમાચારે સામે આવી રહ્યાં છે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટએટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવે ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પ્રિકોશનકારી પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
રાજ્યસભામાં શુન્યકાળમાં શક્તિસિંહ ગોહિલે પ્રસ્તાવ મુક્યો છે. જેમાં જણાવ્યું છેકે, કોરોના વેક્સિનેશન બાદ દેશમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા પણ તાજેતરમાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 લોકોના મો નીપજ્યાં છે. જેમાંથી 80 ટકા 11થી 25 વર્ષની ઉમરમાં બાળકો અથવા યુવાનો હતા.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, નાગરિકોમાં આ એક મોટો ચિંતાનો વિષય છે. તેથી સરકારે પણ તેની ચિંતા કે અને યોગ્ય સર્વે તથા તપાસ કરાવી જોઇએ. અમુક એક્સપર્ટ લોકોનું કહેવું છેકે, હાર્ટ એટેકથી થનારા મૃત્યુઓમાં મોટાભાગના લોકો શહેરી વિસ્તારના છે. જેમણે કોરોના વેક્સિન લીધી હતી. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કોરોનાની વેક્સિન ઓછી લીધી હતી ત્યાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં પણ ઓછી છે.
આ તમામ બાબતોની સચોટ તપાસ માટે સરકારે સંપૂર્ણ સર્વે કરાવવો જોઇએ અને કઇ વેક્સિન લેનારા લોકોના હાર્ટ એટેકથી વધુ મોત થયા છે, તેનો પણ સર્વે કરાવવામાં આવવો જોઇએ. હાર્ટ એટેકથી મૃત્યુ ન થાય એ માટે પ્રિકોશનરી એક્શન પણ સરકાર દ્વારા સુનિશ્ચિત કરીને જરૂૂર પગલા ભરવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement