રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપામાં ક્લાર્ક, સુ.વાઈઝર સહિતની 219 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ

05:59 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

ગુજરાત મિરર, રાજકોટ તા. 21
મહાનગરપાલિકાના અમુક વિભાગોમાં સ્ટાફની ઘટ હોવાના કારણે ફરી એક વખત અલગ અલગ કેડરની 219 જગ્યાની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટે કેડરની લાયકાત પગારધોરણ વય મર્યાદા અને અન્ય સંલગ્ન માહિતી સહિતની અરજીઓ ઓનલાઈન મગાવવામાં આવી છે. અરજદારે તા. 10-1-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાનો મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિભાગમાં ખાલી થયેલ પોસ્ટ ઉપર ભરતી કરવામ ાટે અરજદારો પાસે ઓનલાઈન અરજી મગાવવામાં આવી છે જેમાં સિસ્ટમ એનાલીસ્ટ-2, ગાર્ડન સુપરવાઈઝર-2, વેટરનરી ઓફિસર-2, ગાર્ડન આસિસ્ટન્ટ-12, ટેક્નીકલ આસિસ્ટન્ટ લાયબ્રેરી-4, જુનિયર સ્વિમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ)-4, ફાયર ઓપરેટર પુરુષ-64 અને જુનિયર ક્લાર્ક 128 સહિત 219 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં નિયમ મુજબ બિનઅનામત કેટેગરીમાં 94 અનુસુચિત જાતીમાં 15, અનુસુચિત જનજાતી 29 તેમજ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની સાત જગ્યા ભરવામાં આવશે ઉપરોક્ત કેડરની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ પરથી વિગત ડાઉનલોડ કરી શકાશે.

Advertisement
Next Article
Advertisement