રણબીરની એનિમલ ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ખરાબ હાલતમાં
રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાન્ના અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ માટે આ દિવસોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મમાં રણબીર કપૂરના એક્શનથી લઈને બોબી દેઓલની સ્વેગી સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. જોકે ચોથા દિવસે સ્થિતિ થોડી વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી બહાર આવેલા સેકનિલ્કના રિપોર્ટમાં અનુમાન છે કે ચોથા દિવસે એનિમલ માત્ર 33.12 કરોડ રૂૂપિયાની કમાણી કરશે. જો કે, હાલમાં આ આંકડા અંદાજિત છે. પહેલા ત્રણ દિવસમાં એનિમલની કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 63.78 કરોડની કમાણી કરી હતી. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મે 66.27 કરોડ રૂૂપિયા અને 71.46 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ આંકડા માત્ર ઘરેલુ બોક્સ ઓફિસના છે. આ સિવાય ફિલ્મ દુનિયાભરમાં સારો બિઝનેસ પણ કરી રહી છે. જો વિકી કૌશલની સેમ બહાદુરની વાત કરીએ તો રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચોથા દિવસે ફિલ્મ માત્ર 2.64 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કરી શકશે. નોંધનીય છે કે સેમ બહાદુરે શરૂૂઆતના દિવસે 6.25 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે પછી બીજા દિવસે 9 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કર્યો અને ત્રીજા દિવસે ફિલ્મે 10.3 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું.