રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રામભરોસે, ડોકટરોની 1249 જગ્યાઓ ખાલી

03:56 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

એક તરફ, ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારાં શિક્ષકો જ નથી. બીજી તરફ, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આ દશા છે કેમકે, અહીં દર્દીઓની સારવાર કરનારાં ડોક્ટરો નથી. સરકારી આંકડા જ કહે છેકે, ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આજે 1249 ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે.

Advertisement

ઉંચા પગાર સહિતની સવલતોને પગલે ડોક્ટરોને સરકારી દવાખાના-હોસ્પિટલો કરતાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરવામાં વધુ રસ છે. ખુદ સરકારે બોન્ડ વસૂલીને કડક સૂચના આપી હોવા છતાંય ડોક્ટરો ફરજ પર હાજર જ થતા નથી. લાખો રૂૂપિયા બોન્ડ આપવા તૈયાર છે પણ ડોક્ટરો ગામડાઓમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા ઈચ્છુક નથી. આ સંજોગોમાં એવા ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની દશા દયનીય થઈ છે.

વર્ષ 2022ની સ્થિતીએ ગુજરાતમાં ગ્રામિણ આરોગ્ય કેન્દ્રમાં 1376 ડોક્ટરોની જગ્યાઓ સામે માત્ર 127 ડોક્ટરોની જગ્યાઓ ભરાઈ છે. જયારે 1249 ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. આરોગ્ય વિભાગ પણ એ વાત કબૂલી રહ્યું છે કે, ગામડાઓમાં ડોક્ટરો નોકરી કરવા તૈયાર નથી. આ કારણોસર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યાઓ ભરાતી નથી. વર્ષ 2005માં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રનિસંખ્યા કુલ મળીને 7274 હતી તે વર્ષ 2022માં વધીને 9132 સુધી પહોંચી છે. સરકારે કોન્ટ્રાકટરોને બખ્ખાં કરાવીને આરોગ્ય કેન્દ્રો તો બાંધી દીધા પણ આજેય તેમાં પુરતો સ્ટાફ નથી પરિણામે ડોક્ટરો-સ્ટાફના અભાવે ગામડાના દર્દીઓને સારવાર મેળવવા નાછુટકે શહેરોમાં આવવુ પડે છે.

Tags :
gujaratgujarat newsHealth Centers
Advertisement
Next Article
Advertisement