રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલાનાં પીપરાળીમાં મનરેગા કામો માત્ર કાગળ ઉપર લાખોના ચૂકવણા સાથે ભ્રષ્ટાચાર

11:32 AM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

ચોટીલાના પીપરાળીમાં મનરેગા કાયદા હેઠળ કુવા ગાળવાનું અને તળાવ ઊંડું ઉતારવાના કામ માત્ર કાગળ પર કરીને અનેક લોકોનાં મેળાપીપણું કરી સરકારનાં રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લાખો રૂૂપિયાની ગોલમાલ કરી હતી જેમા સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનાં પતિ પુત્ર અને પીપરાળી ગામના સરપંચ, તલાટીમંત્રી, તત્કાલીન મેટ કારકુન, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર અને મટીરીયલ સપ્લાયર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાતા હડકંમ્પ મચેલ છે
પીપરાળીના અરજદાર ધાધલ સુરેશભાઈ વસ્તુભાઈએ તેમના ગામમાં મનરેગા યોજના અંતર્ગત 2019/20 માં થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ કરાતાં લોકપાલ સુરેન્દ્રનગર દ્વારા ઓક્ટોબર 2022 ના પ્રાથમિક તપાસ અને નવેમ્બરમાં વિગતવાર તપાસ બાદ જાન્યુઆરી ક2023ના રૂબરૂ તપાસ અંગેના સંદર્ભ દર્શિત પત્રોનો અહેવાલ કરાયેલ અને તેમા કરમશીભાઇ શિવાભાઇ સાકરીયાના ખેતરમાં કૂવાના કામ વહીવટી મંજૂરીની રકમ રૂ.6,76,350,પીપરાળી ગામે સર્વે નંબર 329માં હેમાભાઇ મુળાભાઇ બામણીયાના ખેતરમાં કૂવો બનાવવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ 6,77,880, જીવણભાઇ મોતીભાઇ બાંભણિયાના ખેતરની બાજુમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ રૂૂપિયા 6,60,582 અને સરપંચ વિનોદભાઈ મૂળજીભાઈના ખેતરમાં સિંચાઈ માટે કુવાનું કામ વહીવટી મંજૂરીની રકમ રૂૂ.6,76,350ના કામો મંજૂર કરાયા હતા.
આ કામોમાં હોદ્દાનો દુરપયોગ કરનારા પદાધિકારી, અધિકારી અને હંગામી કર્મચારીઓ તેમજ મટીરીયલ્સ સપ્લાયર ચામુંડા ક્ધસ્ટ્રકશન ચોટીલા વિરુદ્ધ રૂૂ.26.91 લાખના ભ્રષ્ટાચાર આચાર્યાની ફરિયાદ દાખલ કરતા સમગ્ર તાલુકામાં હડકંમ્પ સાથે ફફડાટ ફેલાયો છે અને લોકોમાં ચર્ચા ઉઠી છે કે મનરેગા ના કાયદા હેઠળ અનેક ગામોમાં થયેલ કામોની સત્ય તપાસ કરવામાં આવે તો આવા અનેક ગામોમાં કૌભાંડકારોએ કરેલા કૌભાડ બહાર આવવાની પુરી શક્યતા રહેલી છે.

Advertisement

કૌભાંડ કરી સરકારી નાણાં ચાઉં કરવાનો ગુનો જેઓની સામે દાખલ થયો તેની યાદી

દુદાભાઇ ચાવડા (તત્કાલીન સરપંચ), વિનોદભાઇ સાકરીયા (વર્તમાન સરપંચ), સવજીભાઇ મનજીભાઇ (મેટ કારકુન), હરેશભાઇ કરમશીભાઇ (મેટ કારકૂન), ભરતભાઈ ભાવાભાઇ (મેટ કારકુન), ડાયાભાઇ હેમાભાઇ સાકરીયા (મેટ કારકૂન), મનસુખભાઇ માવજીભાઇ (મેટ કારકુન), મુકેશભાઇ મગનભાઇ (મેટ કારકુન), મુકેશભાઇ હેમાભાઇ (મેટ કારકુન) હરેશભાઇ વિનાભાઇ (મેટ કારકુન), દિનેશભાઇ ભાવાભાઇ (મેટ કારકુન), હરેશભાઇ કરમશીભાઇ (મેટ કારકુન), ભુપતભાઇ કડવાભાઈ (મેટ કારકુન), છગનભાઇ એમ. સેજાણી (તા.પં. ચોટીલા જી.આર.એસ), અસ્લમભાઇ સુમરા (તલાટી કમ મંત્રી), બાબુલાલ પરમાર (તલાટી કમ મંત્રી), ડાયાભાઇ એમ. જીડીયા (ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ), કિરણભાઇ ડી જીડીયા ( ટેકનિક્લ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર) , નિલેશભાઇ એમ અલગોતર (આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર), વિનુભાઇ પરમાર (શ્રી ચામુંડા ક્ધસ્ટ્રકશન મટીરીયલ સપ્લાયર).

Tags :
lakhsMNREGA works in Piparali of Chotila Corruption with paymentofononlypaper
Advertisement
Next Article
Advertisement