રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેલિફોર્નિયામાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોસ એન્જલસમાં આંચકા

04:44 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે 4.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. લોસ એન્જલસમાં પણ ભૂકંપના આફ્ટરશોક અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બારસ્ટો નજીક હતું. આ ભૂકંપે કેલિફોર્નિયાના લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. ભૂકંપ સમાપ્ત થયા પછી પણ લાંબા સમય સુધી આંચકા અનુભવાતા રહ્યા. અધિકારીઓ રાજ્યમાં જાનમાલના નુકસાનની તપાસ કરી રહ્યા છે.ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂૂ થયો હતો અને તેનું કેન્દ્ર જમીનથી પાંચ માઈલ નીચે હતું.

સેન બર્નાર્ડિગો કાઉન્ટી સિવાય લોસ એન્જલસ, કેર્ન, રિવરસાઇડ અને ઓરેન્જ કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, 3.5 અને 2.7 માપવામાં આવી હતી.કેલિફોર્નિયાના લોકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપના વીડિયો અને ફોટા શેર કર્યા અને પોતાના અનુભવો શેર કર્યા. બાસ્ર્ટો ફાયર પ્રોટેક્શન ડિસ્ટ્રિક્ટ બટાલિયનના ચીફ ટ્રેવિસ એસ્પિનોઝાએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી ઇજાઓ અથવા ગંભીર સંપત્તિના નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી.

Tags :
CaliforniaCalifornia newsworld
Advertisement
Next Article
Advertisement