રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ લવાતો વધુ 48 લાખનો દારૂ ઝડપાયો

11:36 AM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

દારુની હેરાફેરી માટે રૂટ બદલવાથી લઈ વાહનો બદલી અનેક નવી તરકીબો અપનાવી બુટલેગરો ખુલ્લેઆમ દારૂૂ મોકલાવી રહ્યા છે.છેલ્લા પખવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ,અમદાવાદ પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર વખત અંદાજીત એક કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે.
રાજ્યમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીના ભાગરૂૂપે બુટલેગરો સક્રિય થયા છે.જેમાં બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા કિમિયા અજમાવે છે.
ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બગોદરા હાઇવે પરથી ગેસ ટેન્કરની આડમાં ચોરખાનું બનાવી પંજાબથી રાજકોટ લઇ જવાતો રૂૂ. 48.33 લાખનો દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે 21,084 દારૂૂની બોટલ સહિત કુલ રૂૂ.73.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.ત્યારે મોટાભાગનો દારૂ પંજાબ હરિયાણાથી રાજકોટ તરફ્ લઇ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
વધુ વિગતો મુજબ,રાજકોટ અમદાવાદ હાઇવે પર બગોદરા નજીક રાજકોટ તરફ ગેસ કંપનીના ક્ધટઇનરમાં ગેસ સપ્લાયની આડમાં દારૂનો મોટો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે તેવી સચોટ બાતમી અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળી હતી. તેના આધારે ગુરૂૂવારે સાંજે એક શંકાસ્પદ ગેસના ટેન્કરને રોકીને ડ્રાઇવરનું નામ પુછતા તેણે પોતાનું નામ કંવરારામ જાટ અને રાજસ્થાનનો હોવાનુ જણાવ્યુ હતુ.તેમજ ક્લીનરનું નામ બાલારામ કાસનીયા (જાટ) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પૂછપરછ કરતા ગેસ ભરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું.
જો કે તપાસ કરતા પોલીસને અંદર છુપાવેલો દારૂનો રૂ. 48.33 લાખની કિંમતની 21 હજારથી વધારે બોટલો મળી આવી હતી.જેમાં દોઢ વર્ષ પહેલા ડ્રાઇવરનો પરિચય બાડમેરમાં રહેતા જયદીપસિંહ સાથે થયો હતો. તેમણે દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,પોલીસે છેલ્લા પખવાડિયામાં બાતમીના આધારે છેલ્લાં એક અઠવાડિયામાં દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો છે.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ રૂૂ.42 લાખનો દારૂૂ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગેસ ટેન્કરમાંથી મળી આવ્યો હતો.
જ્યારે પીસીબીએ બગોદરા પાસેથી રૂૂ. 25 લાખનો એસીડના ટેન્કરમાંથી અને બગોદરા પોલીસે રૂૂ.45 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ 25 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

Advertisement

Tags :
inlakhsLiquor worth 48rajkotseizedwas
Advertisement
Next Article
Advertisement