For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળના બાદલપરામાં સરવે કર્યા વગર ડિમોલિશન કરાતા ગ્રામજનોમાં રોષ

11:42 AM Jul 18, 2024 IST | admin
વેરાવળના બાદલપરામાં સરવે કર્યા વગર ડિમોલિશન કરાતા ગ્રામજનોમાં રોષ

અન્યાય બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત

Advertisement

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદ બાદલપરા ગામમાં ડિમોલિશનને લઇને જિલ્લામાં રાજકિય ગરમા ગરમીનો માહોલ છે.

ચુંટણી પુરી થયા બાદ બાદલપરા ગામામાં લોકોને નોટિસ પઠવવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ ગામના કેટલાક લોકોએ પંચાયતમાં અરજી કરી હતી કે અમને ગામ પંચાયતે કલમ 105 મુંજબ નોટિસ પાઠવી છે તો પંચાયત અમારી મિલ્કતનો સર્વે કરે અને સર્વે બાદ જો અમારી મિલ્કત ગેરકાયદેસર સાબિત થાય તો ડિમોલશન કરાવમાં આવે.જો કે બાદલપરા ગ્રામ પંચાયતે આઠ દિવસ પછી પણ લોકોની અરજીનો જવાબ આપ્યો ન હતો. પંચાયતનો જવાબ ન મળતા ગામના સરમણ માંડા બારડ, નગા અરજન રામ, અરજન માંડા બારડ અને કાના મેણસી બારડ દ્વારા તાલુકા પંચાયત, પ્રાંત અધિકારી, જિલ્લા કલેકટર અને વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી હતી અને કલમ 105 મુજબ ડિમોલશન થાય તેની રજૂઆત કરી હતી.

Advertisement

ગામ લોકોને આરોપ છે ગામમાં સર્વે કર્યા વગર, અમારી જગ્યાની માપણી કર્યા વગર અને અમારી અરજી પછી સાંભળ્યા વગર ડીમોલેશ કરાવ્યું છે.

પંચાયતે ડિમોલિશનની તૈયારી બતાવતા ગામાં લોકો પ્રાત અધિકારી રાજેશ આલને મળ્યા હતા અને પોતાની વેદના કહી હતી. ગામ લોકોએ રજૂઆત કરી હતી કે હાલ જ્યાં ડિમોલિશન થવાનું છે તે અમારી માલિકીનું છે અને કાયદાકિય વીધિ થઇ નથી, વળી હાલ ચોમાસું પણ છે. ડિમોલિશન થવાનું છે ત્યા ગાય-ભેંસના ઢાળિયા છે અને સરકારનો પરિપત્ર પણ છે કે ચોમાસુ હોય ત્યારે ત્યારે ગાય-ભેસે બાધેલી હોય ત્યાં ડિમોલિશન ન થાય. આ બાદલપરા ગામ ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું હોવાથી રાજકીય રીતે ચર્ચાનો વિષય બનેલ છે.

Advertisement
Advertisement
Advertisement