ગોંડલના ગોમટાની સીમમાંથી ગેરકાયદેસર ખનીજચોરી બેફામ
ગોંડલ ના ગોમટા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું જે અંગેનો વિડીયો વાઈરલ થયો હોવાછતાં તંત્રના આંખ મીચામણા જેમને લઈને ખનીજ ચોરો બન્યા બે ખોફ ઉચ્ચકક્ષાએથી તપાસ કરી કાયદાનું ભાન કરાવું જરૂૂરી બન્યું છે
ગોંડલ તાલુકાના ગોમટા ગામે સીમ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી જે.સી.બી. દ્વારા ખરાબાની જગ્યા ઉપર ખોદકામ કરી ખનીજ ચોરી થતી હોવાની સામે આવ્યું છે ત્યારે આ ખનીજચોરી રોકવા માટે ખનીજ વિભાગ દ્વારા કમરકસવામાં ન આવતી હોય જેમને કારણે ખનીજ માફીયા બે ખોફ બન્યા છે જે.સી.બી.ટ્રક ટ્રેકટર. સહિતના વાહનોમાં ગેરકાયદેસર માટી ભરી આજુબાજુ ના વિસ્તારમાં રોકડી કરતાં ખનીજ માફીયા જાણે કોઈનો ડર રાખ્યાં વગર બે ફામ બન્યાં છે ત્યારે જે.સી.બી.દ્વારા ખોદકામ કરી ટ્રક માં ખનીજ માટી ભરતા હોવાનો વિડિયો વાઈરલ થયો હોવાછતાં તંત્રના આંખ મીચામણાથી અનેક સવાલો સાથે તર્કવિતર્ક સર્જાવા પામ્યાં છે