રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગ્રાન્ટેડ શાળાઓને FRCમાંથી મુક્તિ આપવા માંગ

02:24 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી શાળાઓને ફી નિર્ધારણ કમીટીના દાયરામાં મુકવામાં આવી છે અને ઘણા વર્ષોથી ફીમાં વધારો નહીં થતા શાળાઓની હાલત દયનીય થવા લાગી છે અને કેટલીકને તાળા મારવાની સ્થિતિ ઉદભવી હોળ ત્યારે ગ્રાન્ટેડ શાળાને ફી નિર્ધારણ કમીટીના દાયરામાંથી બાકાત અથવા ફિના સ્લેબમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં સરકાર સામે મોરચો માંડવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મેદાને પડશે.
રાજ્યમાં શાળા સંચાલકો ફરી આંદોલનના માર્ગે જાય તેવી શક્યતા છે. શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખું રદ કરી દેવા માગ કરી છે. જો FRC નાબૂદ ન થાય તો ફીમાં 49 ટકા વધારો કરી આપવા માગ કરી છે. કારણ કે છેલ્લા કેટલાંક વર્ષોથી ફીમાં વધારો નથી કરવામાં આવ્યો. ત્યારે શાળાની ગ્રાન્ટમાં વધારો કરવા સંચાલકોએ સરકાર સમક્ષ માગ કરી છે.
તેમજ શિક્ષકોની કાયમી ભરતીની સાથે ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવા પણ માગ કરી છે. મહત્વનું છે, શાળા સંચાલકો દિવાળી પહેલા પણ આ બાબતે આંદોલન કરવાના હતા. પરંતુ સંચાલકોએ આંદોલન મોકૂફ રાખ્યું હતું.
શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા પંકજ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષના 7 ટકા પ્રમાણે 49 ટકા ફીમાં વધારો કરવો, ફી વિકલ્પની શાળાઓમાં ફી વધારો આપવો અને ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં વર્ગ દીઠ સરકાર જે 1800 રૂૂપિયા આપે છે તે વધારીને 5000 રૂૂપિયા કરવાની માગ કરી છે.

Advertisement

Tags :
Demand for exemption ofFRCfromgranteeschools
Advertisement
Next Article
Advertisement