મહાપાલિકાઓમાં એક જગ્યાએ ત્રણ જ વર્ષ રહેશે પોસ્ટિંગ
દરેક કર્મચારી-અધિકારીએ મિલકતો જાહેર કરવી ફરજિયાત, નબળી કાર્યક્ષમતાવાળાઓને વહેલા ઘરભેગા પણ કરી શકાશે, નવા નિયમો બનાવવા સરકાર તૈયાર
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતા સરકારે કોર્પોરેશનની તમામ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાન્સપરન્ટ અને મંજબૂત થવી જોઇએ. તે દીશામાં પગલા લેવાનું શરૂ કરી તમામ મહાનગરપાલિકાઓમાં એક જગ્યાએ ત્રણ વર્ષ જ પોસ્ટિંગની પ્રથા અને દરેક કર્મચારી અધિકારીઓએ મિલ્કતો જાહેર કરવી ફરજિયાત તેમજ નબળી કાર્યક્ષમતાવાળાને વહેલા નિવૃત કરી 50 વર્ષથી વધુ ઉંમરના કર્મીઓને પણ વહેલા ઘર ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરી છે અને કોર્પોરેશનની તમામ ગતીવિધી સરકારના અંડરમાં થાય તે પ્રકારનું આયોજન કરવા માટે પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્ર્વિની કુમાર દ્વારા સરકારને રીપોર્ટમાં સૂચવ્યું છે.
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગ્નિકાંડ પછી જ્યારે હાઇકોર્ટે સરકારને ઢીલી કામગીરી માટે ખખડાવી છે. ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઇએ તેવી ટ્રાન્સપરન્ટ અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે. જેમાં 50થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર વહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે.આ ઉપરાંત ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતા એવું પણ કહ્યું છે કે ત્રણ વર્ષથી વધુ કોઈ પણ કર્મચારીને એ જ સ્થળના પોસ્ટિંગ પર ના રાખવા અને બદલી કરી દેવી.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા બાદ હાઇકોર્ટે સુઓમોટો કરી હતી અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. તેની સાથે હરણી બોટકાંડમાં કે 14 લોકો ડૂબી ગયા હતા તેમાં પણ સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા હતા અને કોર્ટ સુઓમોટો કરી હતી. ત્યાર પછી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ટેન્ડર આપવામાં લાલિયાવાડી ચાલી રહી છે અને તેને રોકવા સરકારને સૂચના આપી હતી.
રાજકોટ અગ્નિકાંડ પર ચાલી રહેલી સુનાવણીમાં અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમાર દ્વારા કોર્પોરેશન અને પગલાં લેવા બાબતે રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ રિપોર્ટમાં સૂચન કર્યું છે કે, 50 થી 55 વર્ષના અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યૂ થવો જોઈએ અને જરૂૂર લાગે તો તેમને વહેલાસર સેવા નિવૃત્ત કરી દેવા જોઈએ. આ સાથે આ રિપોર્ટમાં એવું પણ સૂચવ્યું છે કે નિયમિતપણે સ્ટાફની ટ્રાન્સફર થવી જોઈએ અને કોઈપણ અધિકારીને એક પોસ્ટ ઉપર ત્રણ વર્ષથી વધુ કોર્પોરેશનમાં ના રાખવા જોઈએ.
અશ્વિની કુમારના આ રિપોર્ટ બાદ સરકારે સ્વીકાર્યું છે કે કોર્પોરેશન દ્વારા ટેન્ડર આપવામાં કોઈ સ્ટાન્ડર્ડ જળવાતાં નથી અને જે પ્રોસેસ કોર્પોરેશન ફોલો કરે છે તે રાજ્ય સરકાર કરતાં જુદી છે. તેની સાથે સાથે એમ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે નવી સિસ્ટમ બનાવવાની જરૂૂર છે અને એ સાથે જેટલી પણ પરમિશન આપવામાં આવે છે તેને પણ નવી રીતે જોવી જરૂૂરી છે. કોર્પોરેશનના કર્મચારીઓને વહેલાસર વય નિવૃત્ત કરી દેવાની વાત સાથે સરકારે એમ પણ કહ્યું છે કે ઘણી બધી ખાલી પોસ્ટ ભરવાની જરૂર છે.
પીપીપી ધોરણે અપાતા કોન્ટ્રાક્ટોમાં પણ ઘરની ધોરાજી નહીં ચાલે
આમ મોરબી, વડોદરા અને રાજકોટમાં બનેલી આ દુર્ઘટનાઓ બાદ સરકારે હવે નક્કી કર્યું છે કે, પીપીપી ધોરણે આપવામાં આવતા કોન્ટ્રાક્ટ માટે કોર્પોરેશને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડે બનાવેલી ગાઇડલાઇન્સ ફોલો કરવી પડશે, એ સાથે જ રેગ્યુલર કોન્ટ્રાક્ટ કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને જે મોડલ તૈયાર કર્યું છે તે ફોલો કરવાનું રહેશે.