For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

8 માર્ચના કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાશે જાજરમાન "જીફા” એવોર્ડ

06:04 PM Feb 01, 2024 IST | Bhumika
8 માર્ચના કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાશે જાજરમાન  જીફા” એવોર્ડ

GIFA એવોર્ડઝનું આ આઠમું વર્ષ છે અને આ વર્ષે પણ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાતી સિનેમા જેને અનૌપચારિક રીતે ઢોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં સિનેમાના મુખ્ય પ્રાદેશિક અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે.

Advertisement

1932માં તેની શરૂૂઆત થઈ ત્યારથી, ગુજરાતી સિનેમાએ ફિલ્મ રસિકોને મનોરંજન પીરસ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA)એ 2016માં એક અનોખી પહેલ કરી છે. વિવિધ પરિમાણોના આધારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન જીફા એવોર્ડની શરૂઆત કરી હતી જે હાલના સમયમાં ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી ચુક્યો છે.

GIFAનો મહત્ત્વનો હેતુ છે કે, ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનીશીયનોને નવાજતા રહેશે જેના કારણે ચોક્કસ અન્ય લોકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે.દિગ્દર્શકો એવી સ્ટોરી શોધી રહ્યા હોય છે જેને વિશ્વફલક સુધી લઇ જઈ શકાય. GIFA એવોર્ડ ફિલ્મોને આગળ લાવવા માટેનો ખૂબ જ સારો પ્રયત્ન છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરી આગળ લાવવા જીફા પાછલાં ઘણા વર્ષોથી સતત પ્રયત્નશીલ છે. છેલ્લા આઠ વર્ષથી અવિરત પણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ અને ગુજરાતીઓના દિલમાં જેનું આગવું સ્થાન છે એવા જીફા એવોર્ડ છેલ્લા 7 વર્ષની સફળતા બાદ આઠમાં વર્ષે પણ GIFA-2023નો જાજરમાન એવોર્ડ સમારંભ યોજાવા જઇ રહ્યો છે, જે તારીખ 8 માર્ચના રોજ ગુજરાતની જાણીતી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement