For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફલેટમાંથી કૂદકો મારી આપઘાત કરે તે અગાઉ યુવતીને બચાવી લેવાઇ

04:09 PM Jul 24, 2024 IST | Bhumika
ફલેટમાંથી કૂદકો મારી આપઘાત કરે તે અગાઉ યુવતીને બચાવી લેવાઇ
Advertisement

અમદાવાદના વટવામાં હાઇવોલ્ટેજ ડ્રામા પોલીસ અને ફાયર બ્રિગેડની પ્રશીંસનીય કામગીરી

અમદાવાદ વટવા પોલીસ અને ફાયર વિભાગની ઉમદી કામગીરી સામે આવી છે,વટવાના એક ફલેટમાં યુવતી આપઘાત કરે તે પહેલા પોલીસ અને ફાયરની ટીમે તેને ઘટના સ્થળે જઈ બચાવી હતી.યુવતી કુદે તે પહેલા જ ગેલેરી આગળથી પોલીસ અને ફાયરની ટીમે તેને બચાવી હતી,જેના કારણે અસલાલી ફાયર બ્રિગ્રેડ ટીમ તેમજ વટવા પોલીસની કામગીરીથી લોકો ખુશ થયા હતા.

Advertisement

મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો 21 વર્ષીય યુવતી કોઈ કારણોસર આપઘાત કરવા જઈ રહી હતી તે સમય દરમિયાન પોલીસ અને ફાયર વિભાગને કોલ મળે છે કે યુવતી આપઘાતનો પ્રયાસ કરી રહી છે.પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્રારા ઘટના સ્થળે પહોંચીને યુવતીને બચાવી લેવામાં આવી હતી,અને તેને પ્રાથમિક સારવાર 108 એમ્બયુલન્સમાં પણ આપી હતી. પોલીસે હાલ યુવતીની પૂછપરછ કરી છે,શા માટે આપઘાત કરવા જઈ રહી હતી તેને લઈ અભિયમ ટીમ પણ કાઉન્સિલિંગ કરી રહી છે.

ભારતમાં છેલ્લા 6વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે.દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement