For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

06:38 PM Sep 07, 2024 IST | Bhumika
અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક  કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર  જુઓ વિડીયો
Advertisement

અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં જાહેરમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. બાદમાં કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ CCTVમાં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો.અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે મર્સિડીઝ ગાડીમાં આવેલા બે શખ્સોએ આવીને પૂછ્યું કે, ડીપર કેમ માર્યું તેમ કહીને અજીતસિંહ રાઠોડને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ મર્સિડીઝ ગાડી ચાલક બે શખ્સોમાંથી એક શખ્સે કોઈને ફોન કરતા પાંચ જ મિનીટમાં બ્લેક કલરની બીજી એક ફોર વ્હીલર શ્યામ વિહાર સોસાયટી પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી કુખ્યાત ધમા બારડ સહિત ત્રણથી વધુ શખ્સો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફિસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર માર્યો હતો. આ સમયે અજીતસિંહ રાઠોડના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા ત્યારબાદ ઘાયલ અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

બુટલેગરના પુત્રનું અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ પિતા કિશોરસિંહ રાઠોડને થતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો અને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement