For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત, 60ની હાલત ગંભીર

10:25 AM Jun 20, 2024 IST | Bhumika
તમિલનાડુમાં લઠ્ઠાકાંડ  ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત  60ની હાલત ગંભીર
Advertisement

કુલ્લાકુરિચી જિલ્લામાં બનેલી ઘટના, એસ.પી. સહિતના અધિકારીઓ સસ્પેન્ડ, કલેક્ટરની બદલી, CB-CIDની તપાસના આદેશ

Advertisement

તમિલનાડુના કુલ્લાકુરિયી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થતા હાહાકાર મચીજવા પામેલ છે. આ ઘટનાના પગલે મુખ્યમંત્રી સ્ટાલિને તાબડતોબ સીબી-સીઆઇડીની તપાસના આદેશ આપ્યા છે અને સ્થાનિક એસ.પી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે તેમજ જિલ્લા કલેકટરની બદલી કરી નાખી છે.

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂૂ પીવાથી મૃત્યુઆંક વધીને 29 થઈ ગયો છે. અને 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે કહ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની બદલી કરવામાં આવી છે. એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજત ચતુર્વેદીની નવા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુ:ખી છું. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.સ્ત્રસ્ત્ર આને રોકવા માટે, આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે જનતા જાણ કરશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડક રીતે ડામવામાં આવશે.

રાજ્યપાલે પણ કલ્લાકુરિચીમાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આવી ઘટનાઓ પોતાનામાં ચિંતાનો વિષય છે. રાજ્યમાં સમયાંતરે આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ દર્શાવે છે કે રાજ્યમાં ગેરકાયદેસર દારૂનો વપરાશ ઓછો થયો નથી. આ એક મોટી ખામી છે અને ચિંતાનો વિષય પણ છે.

આ ઘટનાની માહિતી મળતા જ પીડિત પરિવારના લોકો વ્યથામાં છે અને રડી રહ્યા છે. ઝેરી દારૂ પીવાના કારણે આવા સમાચારો દરરોજ પ્રકાશમાં આવતા રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement