For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા નજીકથી રૂા.49 લાખનો દારૂ ઝડપાયો

12:07 PM Dec 20, 2023 IST | Sejal barot
ચોટીલા નજીકથી રૂા 49 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીકથી દારૂ ભરેલ ગેસનું ટેન્કર ઝડપાયું હતું. આ દરોડામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુલ 12612 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે રૂ.64.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એચ.પી.ગેસ એજન્સીના ટ્રેન્કરમાં થતી હતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયલાના અલંકાર હોટલના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલુ ટેન્કર પડ્યું હતુ. જેમાં પંજાબના ઇસમ બરખાસિંઘની અટકાયત કરવામા આવી હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ડોળીયા બાઉન્ડરીથી સાપર તરફથી ચોટીલા તરફ જતા હાઈવે ઉપર આવેલી અલંકાર હોટલના ગ્રાઉન્ડમાંથી એલ.પી.જી. ગેસ ભરવાના ટેન્કર ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 12612 કિંમત રૂ. 49,07,100 તથા ટેન્કર કિંમત રૂ. 15,00,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 64,12,100 સાથે બરખાસીંગ બલદેવસિંગ જાટ સરદાર (પંજાબ)ની અટક કરી સાયલા પોલીસ મથકે ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી સહીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.સ્વામી, એસ.વી.દાફડા, લક્ષમણસિંહ ઝાલા, મનસુખભાઇ રાજપરા, કુલદીપભાઈ બોરીયા અને કરશનભાઇ લોહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. પોલીસે ટેન્કર ચાલક બરખાસીંગ બલદેવસિંગ જાટ સરદાર (પંજાબ)ની અટક કરવાની સાથે ટેન્કર માલીક, દારૂૂનો જથ્થો ભરી આપનારા અનિલ ઉર્ફે દેવારામ પંડ્યા (બાડમેર, રાજસ્થાન) અને દારૂનો જથ્થો મંગાવનાર સહીત તપાસમાં જેના નામ ખુલે એની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બર અનુંસંધાને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની બે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં પાટડી તેમજ સાયલા વિસ્તારમાંથી બે મોટી ગાડીઓ તેમજ કુલ 20,490 બોટલો કિંમત રૂ. 68,12,700 સહીત અન્ય મુદામાલ મળી કુલ રૂ. 93,33,300નો મુદામાલ ઝબ્બે કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement