ચોટીલાના મોલડીમાં જૂની અદાવતમાં પ્રૌઢા ઉપર દિયર અને દેરાણીનો હુમલો
ચોટીલા તાલુકાના મોલડી ગામે જુની અદાવતમાં પ્રોઢા ઉપર દિયર અને દેરાણી સહિતના પરિવારે ઝઘડો કરી માર માર્યો હતો પ્રોઢાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના મોલડી ગામે રહેતા અમુબેન રમેશભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે જૂની અદાવતનો ખાર રાખી દેરાણી ગીતાબેન, દિયર રોહિત અને તેની પુત્રવધુ મનીષાએ ઝઘડો કરી માર માર્યો હતો અને હાથે બચકું ભરી લીધું હતું. આમુબેન પરમારને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સાયલા તાલુકાના ધજાળા ગામે રહેતા મશરૂૂભાઈ સવશીભાઈ મકવાણા નામના 51 વર્ષના આધેડ પોતાની વાડીએ હતા ત્યારે પાડોશી મનુ જેરામ અને જેરામ રણછોડ સહિતના શખ્સોએ અહીંથી તું કેમ ચાલ્યો તેમ કહી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.