ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પ્રિયંકકુમાર ગળચરની બદલી
ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ડે. કલેકટર ની બદલી અને તેમના સ્થાને ડાયરેકટ આઈએએસ અધિકારી ને પ્રોબેશનર્સ સમય માટે નિયુકત કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બુધવારનાં આઇએએસ પ્રોફેશનલ કોર્સ તબક્કો-2 પૂર્ણ થયા બાદ 2021 બેચના નવ IPS અધિકારીઓને પ્રોબેશનર્સ સમય હેઠળ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
વહિવટી વિભાગના હુકમ થી રાજ્યનાં પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના પ્રાત અધિકારી તરીકે સારી કાર્યદક્ષ કામગીરી કરનાર પ્રિયંક કુમાર ગળચર ની બદલી કરવામાં આવેલ છે પરંતું તેમની અન્યત્ર નિમણૂંક વેઇટિંગમાં છે તેમના સ્થાને આસિસ્ટન્ટ કલેકટર તરીકે કલ્પેશ કુમાર શર્મા ની નિયુક્તિ કરવામાં આવેલ છે જેઓ 2021 બેચના આઇએએસ અધિકારી છે પ્રોબેશનર્સ સમય હેઠળ ચોટીલા પ્રાત અધિકારી તરીકે પ્રથમ ફરજ ઉપર કાર્યરૂૂઢ થશે
સરકાર દ્વારા કરાયેલ હુકમ અતર્ગત ચોટીલા થાનગઢ અને મૂળી એમ ત્રણ તાલુકાનાં રહીશોને પ્રાત અધિકારી તરીકે ડાયરેકટ આઈએએસ અધિકારી ની ફરજ સેવાનો લાભ મળશે.