For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલાનાં મોલડીમાં પોલીસ પર હુમલો કરનાર ચાર સામે ગુનો નોંધાયો, બે હજુ ફરાર

12:08 PM Dec 22, 2023 IST | Sejal barot
ચોટીલાનાં મોલડીમાં પોલીસ પર હુમલો કરનાર ચાર સામે ગુનો નોંધાયો  બે હજુ ફરાર

રાજ્યના શક્તિપીઠ સમા ચામુંડાધામ ચોટીલા પંથકમાં નાની મોલડી પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કરનાર ચાર અસામાજીક તત્વો સામે ધોરણસર ગુનો દાખલ કરી પોલીસ કાફલાએ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે
બે દિવસ પહેલા ચોટીલા નાની મોલડી પીએસઆઇ વી.ઓ.વાળા સ્ટાફ સાથે સરકારી વાહનમાં ઠાંગા પંથકમાં વાહાન ચેકિંગ અને પ્રોહીબિશન પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન મોટી મોલડી ગામે ગ્રામ પંચાયત પાસે શંકાસ્પદ હાલતમાં આવતા ડબલ સવારીમાં આવી રહેલ બાઇક ને અટકાવેલ અજ્યભાઇ ઉર્ફે ઢબો દેવજીભાઇ સાકરીયા, રહે.રાજકોટ માંડા ડુંગર પાછળ, વિક્રમભાઇ ભુપતભાઇ મકવાણા રહે,રાજકોટ ચુનારાવાડ વાળ પાસે કાગળો તથા ડ્રાઇવીંગ લાયસન્સ ન હોય વાહાન ડિટેઇન કરવાનું કહેતા બંન્ને ઇસમો એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને આલફેલ બોલવા લાગેલ બાદ દેકારો થતા મોટી મોલડી ગામનો વિનુભાઇ પાંચાભાઇ રંગપરા અને રાકેશભાઇ પ્રવિણભાઇ વાઢેરે આવી રાડારાડ દેકારો કરી મો.સા. મુકી સાઇડનાં અંધારામાં જતા રહી પથ્થરમારો કરી સરકારી વાહાનનાં કાચ તોડી નાખેલ તેમજ પીએસઆઈ વાળાને ગંભીર ઇજા પહોચાડી નાસી ગયા હતાઅધિકારીને ઇજા પહોચતા લોહી નિકળતા તેઓને તાત્કાલિક ચોટીલા હોસ્પિટલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ ઇજા ગ્રસ્ત ને 7 જેટલા ટાકા અને નાક મા ફેક્ચર થયેલ છે તેમજ હુમલા ની બેડામાં જાણ થતા ચકચાર મચી જવા પામી છેહુમલાખોરો વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી તેઓને પકડી પાડવા જીલ્લાની બ્રાન્ચો સહિતની પોલીસે દોડધામ આદરી છે સૂત્રોનાં જણાવ્યાં મુજબ આરોપી પૈકી બે ને પોલીસે રાતોરાત હસ્તગત કર્યા છે અને વધુ બે ને પકડી પાડવા માટે ટીમ તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement