સ્વામિનારાયણ સંસ્થાના નામે જમીન હડપ કરતી રાજ્ય વ્યાપી ચીટર ગેંગ કેસની તપાસ CIDને સોંપાઈ
છેલ્લાં એક વર્ષ દરમિયાન ખેડૂતોને કરોડો રૂૂપિયાની જમીન પચાવી પાડવાના ઇરાદે સ્વામીનારાયણ સંપ્રદાયના નામે મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીને છેતરપિંડી કરાયાના અનેક ગુના આણંદ,નડિયાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં નોંધાયા હતા. જે બાબતને ગંભીરતાથી રાજ્યના ગૃહવિભાગે આ તમામ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ગેગના સાગરિતોએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી દ્વારા કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.જેના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતો સામે સંડોવણીના આક્ષેપ થવાની સાથે સંડોવણી પણ બહાર આવી હતી. ગુજરાતના અમદાવાદ શહેર અને ગ્રામ્ય, આણંદ, નડિયાદ, સુરત અને રાજકોટ , સાબરકાંઠા, વઢવાણ સહિતના શહેરોમા છેલ્લાં ઘણા સમયથી ચોક્કસ ગેંગ સક્રિય થઇ છે.
જે સ્વામીનારાયણ સંપ્રદાયના નામે મંદિર અને ગૌશાળા તેમજ અન્ય બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદવાની છે. તેમ કહીને ખેડૂતો પાસેથી ઉંચી કિંમતમાં જમીન ખરીદવાનું કહીને તે જમીન સ્વામીનારાયણ સંસ્થાના સાધુને વધારે ઉંચી કિંમતે વેચાણે અપાવવાની ખાતરી આપીને જમીનનો સોદો કરવાના નામે છેતરપિંડી આચરતા હતા આ બાબતે રાજ્યમાં અનેક ગુના નોંધાયા હતા. જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે આ તમામ ગુનાની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને સીઆઇડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો છે. છેતરપિંડી આચરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી જોઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
જેમાં આ ગેંગના સાગરિતો એવા લોકોને ટારગેટ કરતા હતા કે જમીન લે-વેંચનું કામ કરતા હોય. ત્યારબાદ તેમને ચોક્કસ ગામ કે વિસ્તારમાં કરોડો રૂૂપિયાની જમીન બતાવતા હતા અને કહેતા હતા કે સ્વામીનારાયણ સંસ્થાને ધાર્મિક સંસ્થા અને ગૌશાળા બનાવવા માટે આ જમીન ખરીદવાની છે. પરંતુ, સાધુ ખડૂતો પાસેથી સીધી જમીન ખરીદી કરી શકતા નથી. જેથી જે તે વ્યક્તિને જમીન ખરીદી અને સંસ્થાને વેચવા વચ્ચે મોટો નફો મળશે તેમ કહીને લાલચ આપીને જમીનની ખરીદી કરાવતા હતા. ત્યારબાદ વેચાણ કરાર કરાવીને કોઇ સ્વામીનારાયણ સંસ્થાના સાધુને જમીન બતાવવા માટે પણ લાવતા હતા.
જેથી જમીન ખરીદરનારને વિશ્વાસ બેસતો હતો અને ખેડૂતને બાનાખત માટે કરોડો રૂૂપિયા અપાવતા હતા. તે પછી આ ગેંગ ખેડૂત જમીન વેચાણની ના પાડે છે. તેમ કહીને ખેડૂત અને સ્વામીનારાયણના સંપ્રદાય સાધુ સાથે મળીને કરોડોની છેતરપિંડી આચરતી હતી. જેમાં અનેક લોકોને ટારગેટ કરાયા હતા અને ખુદ સ્વામીનારાયણ સંપ્રદાયના જ સંત્સંગીઓએ જ તેમના સંપ્રદાયના લોકોને શિકાર બનાવ્યા હતા.આમ, પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી ગુનાઓનું પ્રમાણ વધતા હવે તમામ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.