યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રીની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક અગાઉ કરેલી અરજીનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા પિતા પુત્રની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.આ કેસની હકીકત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર નજીક પૃથ્વી સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા પ્રકાશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નામના યુવાનો પર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકા નગરમાં રહેતા મનીષ બાબુ ધામેચા, અમિત બાબુ ધામેચા, ચિરાગ બાબુ ધામેચા અને મીત મનીષભાઈ ધામેચા એ લોખંડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક પૂછપરછ માં પ્રકાશ ઉર્ફે પીન્ટુએ અગાઉ આરોપી વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી હુમલો કર્યાનું ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી મનીષ બાબુ ધામેચા અને મીત મનીષ ધામેચા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ વાલે કર્યા હતા હાલે રહેલા મનીષ ધામેચા અને તેના પુત્ર ની ધામેચાએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી બીનલબેન રેવેશિયા ઉપસ્થિત રહી જામીન નો વિરોધ કરી જામીન પર છોડવામાં આવશે તો સાક્ષીઓ સાથે ચેડા થઈ શકે તેવી શક્યતા નકારી ન શકાય આ કામમાં નજરે જોનાર સાહેદોના નિવેદન નોંધવામાં આવેલ છે તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ જજ એસ.સી. મકવાણાએ પિતા પુત્રની જામીન અરજી ફગાવી દીધી છે. આ જામીન અરજીમાં સરકાર વકીલ બિનલબેન રવેશિયા ઉપસ્થિત રહ્યા હતા.