For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લખતરના ઢાંકી પંમ્પિંગ સ્ટેશન પાસેથી માથુ, હાથ, પગ વગરનો મૃતદેહ મળ્યો

01:02 PM Dec 11, 2023 IST | Sejal barot
લખતરના ઢાંકી પંમ્પિંગ સ્ટેશન પાસેથી માથુ  હાથ  પગ વગરનો મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહનું માથું અને હાથ-પગના પંજા ગાયબ છે અને હાડકા દેખાઈ રહ્યા છે, જ્યારે પેટ-છાતી અને સાથળનો ભાગ કોહવાઈ ગયો છે.
લખતર તાલુકાના વિઠ્ઠલાપરાથી બજરંગપુરા સુધીમાં પસાર થતી કેનાલમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. વિઠ્ઠલાપરાથી શરૂૂ થતી નર્મદાની કેનાલ તાલુકાના બજરંગપુરા થઈને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ સુધી પહોંચે છે.
આ મૃતદેહ આઠ નાળા તરીકે ઓળખાતા સાયફનમાં જતો રહ્યો હતો એન બહારની બાજું કેનાલમાં પાણીમાં તરતો દેખાઈ રહ્યો હતો. આ મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયો હતો કે તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવો પણ મુશ્કેલ છે. આ મૃતદેહ કોનો છે અને તેણે આત્મત્યા કરી છે કે તેની કોઈએ હત્યા કરી છે એ મોટો સવાલ ઉભો થયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement