યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયાં છૂટાછેડા, હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટનો નિર્ણય
ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. હવે, લગ્નના લગભગ 4 વર્ષ પછી, બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. ધનશ્રી અને ચહલના છૂટાછેડાનો કેસ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. તેમના છૂટાછેડાનો નિર્ણય આજે બપોરે આવ્યો.
ચહલ અને ધનશ્રીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. આ બંને વચ્ચે પ્રથમ વાતચીત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બન્યા અને પછી લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. રિપોર્ટ્સનું માનીએ તો ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ચુકવવા પડશે. તેમાંથી તેણે 2.37 કરોડ રૂપિયા આપી દીધા છે.
યુઝવેન્દ્ર ચહલે પોડકાસ્ટમાં કહ્યું હતું કે તે ધનશ્રી પાસેથી ડાન્સ શીખવા માંગે છે. તેથી જ તેણે ધનશ્રી સાથે વાત કરવાનું શરૂ કર્યું. પરંતુ આ પછી બંને મિત્રો બન્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે. ધનશ્રી અને ચહલ કેમ અલગ થયા તે હજુ સુધી બહાર આવ્યું નથી. ધનશ્રીએ થોડા મહિના પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલની સરનેમ હટાવી દીધી હતી. આ પછી તેમના છૂટાછેડાની ચર્ચા શરૂ થઈ.