વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રણ નવી ટીમોની થશે એન્ટ્રી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચોથું વર્ષ 2025 માં શરૂૂ થયું હતું અને 2027 માં સમાપ્ત થશે. તે વર્ષે એક નવું સર્કલ શરૂૂ થશે . જોકે , 2027 માં શરૂૂ થનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલમાં મોટો ફેરફાર જોવા મળશે. તાજેતરમાં મળેલી ICC બોર્ડ મીટિંગમાં આ બાબતે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો . છેલ્લા કેટલાક સમયથી, WTC માં ટૂ-ટિયર સિસ્ટમનો વિચાર ચર્ચા હેઠળ હતો. આ અંતર્ગત, 12 ટેસ્ટ રમી રહેલી ટીમોને બે વિભાગમાં વિભાજીત કરવાની હતી. જોકે, હવે એક નવી યોજના ઘડવામાં આવી છે.
2027 થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમામ 12 ટેસ્ટ રમનારી ટીમો ભાગ લે તેવી અપેક્ષા છે. હાલમાં ફક્ત નવ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમે છે. જોકે, હવે વધુ ત્રણ ટીમો પ્રવેશવાની તૈયારીમાં છે. આ ત્રણ ટીમો અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ છે. આ ત્રણ ટીમો ટેસ્ટ રમે છે, પરંતુ તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી. જોકે, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમનો પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે, જે ટુર્નામેન્ટનો ઉત્સાહ વધારશે.