યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી
IPLના પ્રારંભ પહેલાં તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ યોગીને મળ્યા
IPL 2025 22 માર્ચથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB vs KKR વચ્ચે રમાશે. આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સ તેના નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાન પર ઉતરવા જઈ રહી છે. એલએસજીએ આગામી સિઝન માટે ઋષભ પંતને જવાબદારી સોંપી છે. IPL 2025 પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઋષભ પંતને એક ખાસ ભેટ આપી છે, જેની તસવીર હવે સામે આવી છે.
સિઝનની શરૂૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સના લગભગ તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમના માલિક સંજીવ ગોએન્કા યોગી આદિત્યનાથને મળ્યા હતા, જેની તસવીરો પણ સામે આવી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કેપ્ટન ઋષભ પંતને એક ખાસ ભેટ પણ શેર કરી હતી. હવે પંતે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભેટની તસવીર શેર કરી અને મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો. પંતને ભગવાન રામની મૂર્તિ ભેટમાં મળી છે.