For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

WTC 2025-27નું શેડ્યૂલ જાહેર, ભારતીય યુવા બ્રિગેડ 22 મેચ રમશે

10:58 AM Jun 16, 2025 IST | Bhumika
wtc 2025 27નું શેડ્યૂલ જાહેર  ભારતીય યુવા બ્રિગેડ 22 મેચ રમશે

Advertisement

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીત્યાના એક દિવસ પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) WTC 2025-27ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આમાં 9 ટીમો વચ્ચે કુલ 71 મેચ રમાશે, જે 17 જૂનથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે શ્રીલંકાના ગાલેમાં રમાશે. શેડ્યૂલ મુજબ, ઓસ્ટ્રેલિયા આ વખતે સૌથી વધુ 22 મેચ રમશે, જ્યારે ઇંગ્લેન્ડે 21 મેચ રમવાની રહેશે.

બંને ટીમો આ વર્ષના અંતમાં એશિઝ સિરીઝ દરમિયાન એકબીજા સામે ટકરાશે. બીજીબાજુ ટીમ ઇન્ડિયા 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ટેસ્ટથી પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. આ મેચ લીડ્સમાં રમાશે.
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા WTC 2025-27 દરમિયાન કુલ 18 ટેસ્ટ મેચ રમશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમશે. આ ઉપરાંત, તે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના પ્રવાસ પર પણ ટેસ્ટ મેચ રમવા જશે.

Advertisement

WTC 2023-25માં, ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને રહી હતી પરંતુ આ વખતે તેની મોટાભાગની મેચો ઘરઆંગણે છે, તેથી તે કોઈપણ કિંમતે તમામ મેચો જીતવા માંગશે. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાને આ વખતે ભારત પ્રવાસ કરવાનો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જીતીને પાછલી હારનો બદલો લેવા માંગશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઓક્ટોબરમાં પોતાનું અભિયાન શરૂૂ કરશે. તેઓ પાકિસ્તાનમાં એક ટેસ્ટ સિરીઝ રમશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં, ફક્ત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 5-5 મેચ રમશે, જે ટીમ ઇન્ડિયા કરતા વધુ છે. WTC દરમિયાન, ઓસ્ટ્રેલિયા મહત્તમ 22 ટેસ્ટ મેચ રમશે, જ્યારે ઇંગ્લેન્ડ 21 ટેસ્ટ મેચ રમશે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડ 16, વેસ્ટ ઇન્ડીઝ 14, દક્ષિણ આફ્રિકા 14, પાકિસ્તાન 13, શ્રીલંકા 12 અને બાંગ્લાદેશ 12 ટેસ્ટ મેચ રમશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement