કાલથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ છ મેચ વડોદરામાં
મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન કાલે શરૂૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં 5 ફ્રેન્ચાઇઝીમાંથી બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝનમાં કઈ બે ટીમોના કેપ્ટન બદલવામાં આવ્યા છે. ડબલ્યુપીએલની છેલ્લી સીઝન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી હતી.
સૌ પ્રથમ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી વિશે વાત કરીએ તો હરમનપ્રીત કૌર મુંબઈ ઈન્ડિયન ટીમની કેપ્ટન છે, જે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની વિજેતા હતી. WPL 2024ની વાત કરીએ તો આ સીઝનમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીત્યું હતું. આ સીઝનમાં પણ છઈઇની કેપ્ટનશીપની જવાબદારી સ્મૃતિ પર છે.
દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પોતાનો કેપ્ટન બદલ્યો નથી. ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ WPL 2025માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતી જોવા મળશે. WPL 2025ની ત્રીજી સીઝનમાં જે બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે તેમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. યુપી વોરિયર્સે દીપ્તિ શર્માને પોતાની નવી કેપ્ટન બનાવી છે. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્ર્લે ગાર્ડનરને આ સીઝનમાં ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
WPL 2025નું ટીવી પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. દર્શકો આ મહિલા ઝ20 લીગની બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકશે. જે મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણવા માંગે છે, તેમણે જિયો સિનેમા તરફ વળવું પડશે. જ્યાં તમે મફતમાં મેચ જોઈ શકશો.
WPL ની પહેલી 6 મેચ વડોદરામાં, ત્યારબાદ આઠ મેચ બેંગલુરુમાં અને આગામી ચાર મેચ લખનઉમાં રમાશે. છેલ્લી ચાર મેચ મુંબઈમાં રમાશે. એલિમિનેટર મેચ 13 માર્ચે યોજાશે જ્યારે WPL ફાઇનલ પણ 15 માર્ચે મુંબઈમાં યોજાશે. આ વખતે ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જે વડોદરામાં યોજાશે. ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. ટુર્નામેન્ટ માટેના ચાર શહેરો વડોદરા, મુંબઈ, લખનઉ અને બેંગલુરુ હશે.