For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિજયનો સિલસિલો જારી, ભારતે પાકિસ્તાનને 6 વિકેટે કચડ્યું

10:45 AM Sep 22, 2025 IST | Bhumika
વિજયનો સિલસિલો જારી  ભારતે પાકિસ્તાનને 6 વિકેટે કચડ્યું

અભિષેક શર્માની 39 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ, શુભમનના 28 બોલમાં 47 રન

Advertisement

રવિવારે એશિયા કપ 2025ના બીજા સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા.
ઓપનર સાહિબજાદા ફરહાને 45 બોલમાં 58 રન બનાવીને અડધી સદી ફટકારી. તેની સાથે સેમ અયુબ 22 અને મોહમ્મદ નવાઝે 21 રન બનાવ્યા. કેપ્ટન સલમાન આગા 17 અને ફહીમ અશરફ 20 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી શિવમ દુબેએ 2 વિકેટ લીધી.

ભારતીય ટીમે 172 રનના લક્ષ્યનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા. અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂૂઆત અપાવી. બંનેએ 105 રનની ઓપનિંગ ભાગીદારી કરી. ગિલ 28 બોલમાં 47 રન બનાવીને અડધી સદી ચૂકી ગયો. અભિષેક શર્માએ 39 બોલમાં 79 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો. સંજુ સેમસને 13 રન બનાવ્યા. તિલક વર્મા 30 અને હાર્દિક પંડ્યા 7 રન બનાવીને અણનમ રહ્યા.

Advertisement

ડ્રિંક્સ બ્રેક પછી ભારતને પહેલો ઝટકો લાગ્યો. ઓપનર શુભમન ગિલ અડધી સદી ચૂકી ગયો. તેણે 28 બોલમાં 47 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા ફટકાર્યા. તે ફહીમ અશરફના બોલ પર બોલ્ડ થયો. શુભમન ગિલના આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. તે હરિસ રૌફના બોલ પર અબરાર અહેમદના હાથે કેચ આઉટ થયો. 104 રન સુધી વિકેટવિહીન રહેલી ભારતીય ટીમને 19 રનની અંદર ત્રણ ઝટકાનો સામનો કરવો પડ્યો છે. ભારતની ત્રીજી વિકેટ 123ના સ્કોર પર પડી.

અભિષેક શર્મા મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો. પાકિસ્તાન માટે અબરાર અહેમદે આ સફળતા અપાવી. શર્માએ 39 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. ભારતની ચોથી વિકેટ પડી ગઈ છે. 17મી ઓવરમાં હરિસ રૌફે સંજુ સેમસનને બોલ્ડ કર્યો. સંજુએ 17 બોલમાં 13 રનની ધીમી ઇનિંગ રમી, જેમાં એક શાનદાર બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે.

ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત અને પાકિસ્તાને તેમના પ્લેઇંગ ઇલેવનમાં બે-બે ફેરફાર કર્યા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી ભારતની શરૂૂઆતની ઇલેવનમાં પાછા ફર્યા છે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને બેન્ચ પર રાખવામાં આવશે. પાકિસ્તાને હસન નવાબ અને ખુશદિલ શાહને પડતા મૂક્યા છે. ફહીમ અશરફ અને હુસૈન તલાતને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે ન નજર મિલાવી ન હાથ
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ પહેલા જ હાથ મિલાવવાનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. ગ્રુપ સ્ટેજની મેચમાં જે રીતે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન આઘાએ ટોસ સમયે એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા, તે જ ઘટના સુપર-4 મેચમાં પણ પુનરાવર્તિત થઈ. સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યા બાદ પાકિસ્તાની કેપ્ટનને સંપૂર્ણપણે અવગણીને, માત્ર મેચ રેફરી સાથે જ હાથ મિલાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ પછી જ્યારે રવિ શાસ્ત્રીએ તેમને પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેનો જવાબ આપ્યા બાદ સૂર્યકુમાર સીધા ડ્રેસિંગ રૂૂમ તરફ ચાલ્યા ગયા. તેમણે ન તો પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘા સાથે હાથ મિલાવ્યો કે ન તો તેમની સાથે આંખ મિલાવી. આ ઘટનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવીને માત્ર મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે જ હાથ મિલાવ્યા. આ એ જ એન્ડી પાયક્રોફ્ટ છે, જેમની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમને એશિયા કપના મેચ રેફરી પેનલમાંથી હટાવવાની માંગ કરી હતી.

પાકિસ્તાની ક્રિકેટરે લક્ષણ ઝળકાવ્યાં! ફિફ્ટી ફટકારી બેટની બંદૂક બનાવી

પાકિસ્તાની પ્લેયર પોતાની હરકતોના કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. એક બાજુ સલમાન આગા નો હેન્ડશેક કોન્ટ્રોવર્સી વચ્ચે પ્રેસ કોન્ફરન્સથી ભાગી રહ્યો છે. બીજી બાજુ ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામે અડધી સદી ફટકારીને એવું સેલિબ્રેશન કર્યું છે, કે જેના કારણે ભારતીય ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. તેણે પ્રેશરવાળી મેચમાં 34 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. પચાસ રન ફટકાર્યા બાદ તેણે બેટને બંદૂક બનાવીને સેલિબ્રેશન કર્યું. સાહિબજાદા ફરહાનના આ સેલિબ્રેશનથી હોબાળો મચે એ નક્કી છે. તેનું આ સેલિબ્રેશન એવા સમયે આવ્યું છે, જ્યારે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય લોકોમાં રોષ છે. એક તરફ ભારતીય ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. તો બીજી બાજુ પાકિસ્તાની ફેન્સ તેના સેલિબ્રેશનના વખાણ કરી રહ્યાં છે.

ગિલ અને શાહીન આફ્રિદી વચ્ચે ઉગ્ર બોલાચાલી
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન શુભમન ગિલ અને શાહીન આફ્રિદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ અભિષેક શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાની ફાસ્ટ બોલરને યોગ્ય જવાબ આપ્યો હતો. આ બંને મિત્રોએ મળીને શાહીન આફ્રિદીના ઘમંડને તોડી પાડ્યો. બોલર ફક્ત ગુસ્સે થયો, પરંતુ શુભમન ગિલે ચોગ્ગા અને અભિષેક શર્માએ છગ્ગા ફટકાર્યા. અભિષેક શર્મા ક્રીઝ પર આવ્યો અને તેણે પહેલા જ બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી. શાહીન આફ્રિદીએ તેને બાઉન્સર ફેંક્યો, પરંતુ ડાબા હાથના બેટ્સમેન બોલને બાઉન્ડ્રી તરફ ખેંચી ગયો. શાહીન તેની પહેલી ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ અભિષેકે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને જોરદાર શરૂૂઆત કરી હતી. અભિષેક શર્માનો સિક્સર ફટકાર્યા પછી શાહીન આફ્રિદી હતાશ થઈ ગયો અને તેણે આગામી ઓવરમાં શુભમન ગિલ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગિલે તેના ચોથા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આફ્રિદી ગુસ્સાથી ગિલને કંઈક કહેતો દેખાયો, પરંતુ ભારતીય બેટ્સમેને બાઉન્ડ્રી તરફ ઈશારો કરીને તેને જણાવ્યું કે ચોગ્ગો વાગ્યો છે. ગિલે આફ્રિદીને એવી જ રીતે ઈશારો કર્યો જેવી રીતે આમિર સોહેલે 1996માં વેંકટેશ પ્રસાદને ઈશારો કર્યો હતો.

તમે બોલો છો અને અમે જીતીએ છીએ, અભિષેકની પોસ્ટ વાઈરલ
પાકિસ્તાનની કારમી હાર બાદ અભિષેક શર્મા અને શુભમન ગિલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેનાથી લાખો પાકિસ્તાનીઓ ગુસ્સે થયા હશે. પોતાના અને ભારતીય ટીમની જીતના ફોટા શેર કરતા, અભિષેક શર્માએ લખ્યું, ‘તમે બોલો છો અને અમે જીતીએ છીએ.’ શુભમન ગિલે આવી જ એક પોસ્ટ શેર કરી. તેણે મેચના ફોટા પણ શેર કરતા લખ્યું, ‘રમત બોલે છે, શબ્દો નહીં...’ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. એક ક્ષણ માટે તો એવું લાગતું હતું કે ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડશે, પરંતુ શુભમન ગિલ અને અભિષેક શર્માએ પહેલી 10 ઓવરમાં મેચને એકતરફી બનાવી દીધી. બંનેએ સાથે મળીને 59 બોલમાં પહેલી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી, જેનાથી પાકિસ્તાન મેચમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું.

Advertisement
Tags :
Advertisement
Advertisement