રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના થશે છૂટાછેડા??? Insta પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા

02:50 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ સિવાય ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધનશ્રી સાથેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રી વર્માએ તમામ ફોટા ડિલીટ કર્યા નથી. આ પછી તેમના છૂટાછેડાના સમાચારો જોર પકડવા લાગ્યા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ચહલ અને ધનશ્રીની નજીકના એક સૂત્રએ કહ્યું કે તેમના છૂટાછેડાના સમાચાર એકદમ સાચા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, "છૂટાછેડા અનિવાર્ય છે (જે થતાં અટકાવી શકાતા નથી) અને તે જ્યારે સત્તાવાર બને છે ત્યારે તે માત્ર સમયની વાત છે. તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે બંનેએ અલગ થવાનું અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું."

જોકે, અત્યાર સુધી ચહલ કે ધનશ્રી તરફથી છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. બંનેએ લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા હતા.

Tags :
Dhanashree Vermadivorceindiaindia newsYuzvendra ChahalYuzvendra Chahal-Dhanashree Verma divorcedYuzvendra Chahal-Dhanashree Verma news
Advertisement
Next Article
Advertisement