વિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?
10:49 AM Feb 24, 2025 IST
|
Bhumika
Advertisement
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારતા સમયે ઈચ્છા વ્યક્ત કરી
Advertisement
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. વનડેમાં કોહલીની આ 51મી સદી છે. તેની સદી ભારતને જીત તરફ દોરી ગઈ અને કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ સદી બાદ કોહલીએ એક માંગ કરી છે. કોહલીની સદીના આધારે ભારતે 42.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 100 રનની અણનમ ઇનિંગ રમી જેના માટે તેણે 111 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ પોતાની ઇનિંગમાં એક પણ સિક્સર ફટકારી ન હતી. મેચ બાદ કોહલી પોતાનો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેવા આવ્યો હતો. કોહલીએ કહ્યું, 36 વર્ષની ઉંમરે આ ઇનિંગ પછી એક સપ્તાહની રજા લેવી સારું રહેશે. આવો પ્રયાસ કરવા માટે મને ઘણી મહેનત કરવી પડી.