For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપ-2025માં સિરાજને સ્થાન મળશે? સપ્ટેમ્બરમાં રમાશે

11:01 AM Aug 06, 2025 IST | Bhumika
એશિયા કપ 2025માં સિરાજને સ્થાન મળશે  સપ્ટેમ્બરમાં રમાશે

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં સિરાજે પોતાની શાનદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ શ્રેણીમાં, તેણે કુલ 23 વિકેટ લીધી અને સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો. સિરાજે આખી સીરિઝમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા, ખાસ કરીને છેલ્લી ટેસ્ટમાં તેની 9 વિકેટે ભારતને રોમાંચક વિજય અપાવ્યો. હવે ભારતીય ટીમ સપ્ટેમ્બર 2025માં લાંબા વિરામ પછી મેદાનમાં ઉતરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું સિરાજ તે ટીમનો ભાગ હશે?

Advertisement

ટીમ ઈન્ડિયા હવે એશિયા કપ 2025માં રમતી જોવા મળશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં રમાશે, જે ટી20 ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં, સિરાજ આ ટુર્નામેન્ટનો ભાગ બનશે કે નહીં, તે એક મોટો સસ્પેન્સ છે. વાસ્તવમાં, સિરાજે અત્યાર સુધીની કારકિર્દીમાં 44 ODI અને ઘણી ટેસ્ટ મેચોમાં પોતાની બોલિંગ કુશળતા સાબિત કરી છે. જોકે, ટી20 ફોર્મેટમાં સિરાજનો રસ્તો એટલો સરળ રહ્યો નથી. તેણે ભારત માટે છેલ્લી ટી20 શ્રેણી જુલાઈ 2024માં શ્રીલંકા સામે રમી હતી, પરંતુ તે પછી તેને બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તક મળી ન હતી.

જુલાઈ 2024માં ગૌતમ ગંભીરના ભારતીય ટીમના હેડ કોચ બન્યા પછી સિરાજ ફક્ત એક જ ટી-20 શ્રેણીમાં રમી શક્યો છે. ગંભીરના કોચિંગ હેઠળ, ભારતીય ટીમે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે સિરાજ જેવા અનુભવી બોલરોને ટી-20 ફોર્મેટમાં ઓછી તકો મળી છે. ગંભીરની રણનીતિ અલગ અલગ ટીમોને અલગ અલગ ફોર્મેટ માટે તૈયાર કરવાની રહી છે, અને આ સ્થિતિમાં ટેસ્ટ અને વનડેમાં સિરાજનું સ્થાન વધુ નિશ્ચિત લાગે છે. આવી સ્થિતિમાં, શું સિરાજ ટી-20 ફોર્મેટમાં મુખ્ય કોચ ગંભીરની પહેલી પસંદગી નથી?
મોહમ્મદ સિરાજે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ફક્ત 16 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન, તેણે 7.79ની ઈકોનોમીથી રન આપતા 14 વિકેટ લીધી છે. એટલું જ નહીં, તે 2024 માં ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. શરૂૂઆતની મેચમાં તેને ટીમના પ્લેઈંગ-11 માં પણ પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, સિરાજનો અનુભવ અને મોટા મંચ પર પ્રદર્શન કરવાની ક્ષમતા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં તેના પક્ષમાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement