For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે' ? ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન

06:33 PM Mar 08, 2025 IST | Bhumika
 શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે    ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન

Advertisement

રોહિત શર્મા નિવૃત્ત થશે કે નહીં? શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોહિત શર્માની છેલ્લી મેચ છે? આ સવાલ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં છે. હવે આ સવાલનો જવાબ ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગીલે આપ્યો છે. દુબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા સંન્યાસ લેવા જઈ રહ્યો છે તો તેણે આ અંગે મોટી વાત કહી. શુભમન ગિલે કહ્યું કે રોહિતની નિવૃત્તિને લઈને ડ્રેસિંગ રૂમમાં કોઈ ચર્ચા થઈ નથી. ગિલે વધુમાં કહ્યું કે તેને નથી લાગતું કે રોહિત તેના વિશે વિચારતો પણ હશે.

Advertisement

શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ફાઈનલ પહેલા મેચ જીતવા પર ચર્ચા થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી કેવી રીતે જીતવી તે અંગે ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માની નિવૃત્તિને લઈને ટીમ સાથે કે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મને નથી લાગતું કે રોહિત શર્મા નિવૃત્તિ વિશે વિચારતો હશે. તે મેચ પુરી થયા બાદ જ પોતાનો નિર્ણય લેશે. હાલમાં કોઈ ચર્ચા નથી.' રોહિત શર્મા ટૂંક સમયમાં 38 વર્ષનો થવા જઈ રહ્યો છે અને તે પહેલા જ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ભારતે 2027માં આગામી મોટી ICC ટૂર્નામેન્ટ રમવાની છે, અને તે સમયે રોહિતની ઉંમર 40 વર્ષની આસપાસ હશે, તેથી હવે રોહિત માટે આગળ રમવું મુશ્કેલ લાગે છે. હવે જોવાનું એ રહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ બાદ તે શું નિર્ણય લે છે?

શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ કોણ જીતશે? ગિલે કહ્યું કે જે ટીમ ફાઈનલમાં દબાણને સારી રીતે હેન્ડલ કરશે તે જીતશે. ગિલે વધુમાં કહ્યું કે વર્તમાન ભારતીય ટીમ પાસે શ્રેષ્ઠ બેટિંગ લાઇનઅપ છે. પહેલા ઓછી બેટિંગ લાઇનઅપને કારણે દબાણ હતું પરંતુ હવે રોહિત, વિરાટ જેવા ખેલાડીઓ છે. શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ પણ ટીમમાં છે.

શુભમન ગિલે કહ્યું કે તેમની ટીમ પહેલા બેટિંગ અને પછી બેટિંગ બંને માટે તૈયાર છે. ગિલે કહ્યું, ‘અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ. અમે બેટિંગની પ્રેક્ટિસ કરીએ છીએ, પછી ભલે તે પહેલાં કરવી હોય કે પછી કરવી. બોલરો પણ આ જ રીતે તૈયારી કરે છે. હું ફાઇનલ મેચમાં મારી જાતને થોડો વધુ સમય આપવા માંગુ છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement