એશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકી
સોની સ્પોટ્ર્સના પ્રોમોમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકાના કેપ્ટનની જ તસવીર
ભારતના યજમાની એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફક્ત ત્રણ મહિના બાકી છે ત્યારે હાલમાં જ એશિયા કપના બ્રોડકાસ્ટર સોનીએ એક પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના કેપ્ટન દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે આ પોસ્ટરમાંથી પાકિસ્તાન ગાયબ છે.
પ્રોમોમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના T20 કેપ્ટનની તસવીરો છે, પરંતુ પાકિસ્તાનનો કોઈ ચહેરો નથી. જો કે આ પ્રોમો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન આ ટુર્નામેન્ટનો હિસ્સો છે કે નહિ, ભારત સાથેની તેની ટુર્નામેન્ટ ક્યાં રમાશે તેને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. જેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. ભારત આ વખતે એશિયા કપ 2025 ની યજમાની કરી રહ્યું છે. જો આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં નહીં થાય, તો તે પછી થવું મુશ્કેલ બનશે, કારણ કે આ પછી બધી ટીમોના સમયપત્રક પહેલાથી જ ટાઈટ છે. અમને હજુ સુધી આ વિશે ખબર નથી. મહિલા ક્રિકેટ અલગ છે કારણ કે ભારત-પાકિસ્તાન મેચ પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ પુરુષોની ક્રિકેટ કરોડો લોકો જુએ છે. મેચોનો બહિષ્કાર કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમે ICC ઇવેન્ટ્સમાં પાકિસ્તાન સાથે રમીએ છીએ અને જો સરકાર કંઈ નહીં કહે તો આ ચાલુ રહેશે.