ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂ
ટીમ ઈન્ડિયાનો આગામી લીગ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે હશે. જોકે, બંને ટીમો પહેલેથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, પણ આ મેચ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 સ્થાન માટે મહત્વપૂર્ણ હશે. ભારતીય ટીમ આ મેચ માટે જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે, પણ શુભમનગીલની તબીયત બગડતા ટીમની ચિંતા વધી ગઈ છે. ભારતનો આ અગત્યનો મુકાબલો 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને ઉપકપ્તાન શુભમન ગિલ હાજર રહ્યા ન હતા.
રોહિત શર્માને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જ્યારે શુભમન ગિલતબીયત ખરાબ હોવાને કારણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યા ન હતા. ગિલ તબીયત નબળી હોવાને કારણે પ્રેક્ટિસ માટે ઉતરી શક્યા ન હતા, પણ તેઓ ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ફિટ થઈ શકે છે એવી આશા છે. બીજી તરફ, રિશભ પંત, જે અગાઉ બીમાર હતા, તેઓએ પ્રેક્ટિસ સેશનમાં જોરદાર મહેનત કરી. ઉપરાંત, મોહમ્મદ શમીએ બેટ્સમેનોને ખુબ જ ટકરદાર બોલિંગ કરાવી.